હોસ્પિટલ જ બીમારીનું ઘર બની શકે!: સિવિલની OPDના બેઝમેન્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં, મચ્છરનો ઉપદ્રવ; રોજ 3 હજારથી વધુ દર્દીઓ અહીં સારવાર લે છે – Ahmedabad News
ચોમાસાને કારણે રોગચાળો વકર્યો છે, તેમાં પણ મચ્છરજન્ય રોગોમાં ખૂબ જ વધારો થયો છે. લોકો બીમારીની સારવાર મેળવવા માટે એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી અસારવા સિવિલ હોસ્ટિલ સારવાર માટે જાય છે, ત્યારે સિવિલ હોસ્પિટલમાંથી સારવાર મેળવવા જવું કે રોગચાળો લ
.
એક મહિનામાં ડેન્ગ્યૂના 247, મલેરિયાના 121 કેસ આવ્યા
સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક મહિનામાં ડેન્ગ્યૂના 247 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત મલેરિયાના પણ 121 કેસ નોંધાયા છે. લોકો સિવિલમાં બીમારી થતાં સારવાર મેળવવા માટે જાય છે, પરંતુ જ્યાં દર્દીઓની સારવાર કરવામાં આવે છે, તે સિવિલ હોસ્પિટલની OPDમાં આવેલા X-RAY વિભાગની બાજુમાં જ બેઝમેન્ટમાં વરસાદી અને ગંદા પાણી કેટલાય સમયથી ભરાયેલા છે. આ પાણીથી સિવિલ હોસ્પિટલ અજાણ છે કે, આંખ આડા કાન કરી રહી છે તે સવાલ છે. કારણ કે, વરસાદી પાણીનો નિકાલ ન થતાં મચ્છરનો ઉપદ્રવ પણ વધ્યો છે.
છેલ્લા કેટલાય દિવસોથી બેઝમેન્ટમાં પાણી ભરાયાં છે.
OPDમાં રોજ 3 હજાર કરતાં વધુ દર્દીઓ પહોંચે છે
સિવિલ હોસ્પિટલની OPDમાં રોજ 3 હજાર કરતાં વધુ દર્દીઓ સારવાર માટે પણ આવે છે. હોસ્પિટલમાં બહારના રાજયોમાંથી પણ દર્દીઓ સારવાર માટે આવે છે, પરંતુ અત્યારે ખરેખર દર્દીઓને સારવાર મળશે કે મચ્છરજન્ય રોગ સાથે ઘરે પરત જશે તે શંકા છે. બેઝમેન્ટમાં એક બે દિવસથી જ નહીં પરંતુ છેલ્લા ઘણા સમયથી પાણી ભરાય છે, જેનો કોઈ નિકાલ સિવિલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી રહ્યો નથી. સિવિલ હોસ્પિટલની જ બેદરકારીને કારણે સારવાર લેવા આવેલા દર્દીઓ અન્ય બીમારી લઈને ઘરે જાય તો નવાઈ નહીં.
રોજ હજારો દર્દીઓ સારવારાર્થે સિવિલ હોસ્પિટલ આવે છે.
બેઝમેન્ટમાં ઢીંચણ સમાં પાણી ભરાયાં
સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષી લોકોને અપીલ કરે છે કે, અત્યારે ઘર પાસે કે ઘરની આસપાસ વરસાદી પાણી ભરાય તો તેનો નિકાલ કરવો જોઈએ, જેથી રોગચાળાથી બચી શકાય. પરંતુ બીજી તરફ હકીકતમાં દીવા તળે જ અંધારા જેવી સ્થિતિ છે. સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ઓફિસની સામે આવેલી OPDના બેઝમેન્ટના ઢીંચણથી નીચે સુધીના પાણી ભરાયાં છે, જેના કારણે મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે.
બેઝમેન્ટમાં વરસાદી પાણીમાં મચ્છરના લારવાનો ભય.
સિવિલની બેદરકારી છુપાવવા વીડિયો ઉતારવાની મનાઈ!
સિવિલ હોસ્પિટલમાં સત્તાધીશોના ઈશારે જ OPD કે અન્ય કોઈ જગ્યાએ ફોટો વીડિયો લેવાની પણ મનાઈ કરવામાં આવી છે. આ પ્રકારની ગંભીર બેદરકારી છૂપાવવા માટે કોઈ વીડિયો કે ફોટો ના લઈ શકે તે જગ્યાએ સિવિલ હોસ્પિટલમાં ખાનગી સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં આવ્યા છે, જે સિવિલ હોસ્પિટલને બેદરકારી જાહેર થતાં બચાવવામાં મદદ કરી રહ્યા છે. સરકારી હોસ્પિટલ અને લોકોના ટેક્સના પૈસાથી ચાલતી હોસ્પિટલમાં કડક નિયમો બતાવીને બેદરકારી છૂપાવવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
1956માં સિવિલ હોસ્પિટલ અસારવામાં એક વિશાળ સંકુલમાં શિફ્ટ થઈ.
અગાઉ સિવિલ દાનથી ઘીકાંટા વિસ્તારમાં બાંધવામાં આવી
એશિયાની મોટી હોસ્પિટલોમાં સ્થાન પામેલી અમદાવાદની સિવિલ હોસ્પિટલ પહેલાં લાલદરવાજા સ્થિત હતી. 1-1-1959ના રોજ શહેરના દાનેશ્વરી હઠીસિંહ કેસરીસિંહનાં વિધવા હરકુંવર શેઠાણીના તે જમાનાના રૂ.75,000ના ‘માતબર’ દાનથી ઘીકાંટા વિસ્તારમાં બાંધવામાં આવી હતી. તે જમાનામાં ઘીકાંટા સ્થિત સિવિલ હોસ્પિટલની ડિસ્પેન્સરીનું ખાતમુહૂર્ત 6-1-1900ના દિવસે લાલ દરવાજાના કોટની રાંગ પાસે થયું. સમય જતાં 1956માં સિવિલ હોસ્પિટલ અસારવા વિસ્તારમાં એક વિશાળ સંકુલમાં શિફ્ટ થઈ ગઈ અને લાલદરવાજા સ્થિત ડિસ્પેન્સરી કાળના ખપ્પરમાં વિલીન થઈ ગઈ.