GUJARAT
ભાદરવી બીજની ભવ્ય ઉજવણી: જય બાબારી ગ્રુપ દ્વારા લુણાવાડા મારવાડી વાસમાં આવેલ રામદેવજીપીર મંદિરે ભાદરવી બીજની ભવ્ય ઉજવણી કરવામાં આવી – Mahisagar (Lunavada) News
ભાદરવા સુદ બીજ એટલે ભાદરવી બીજ જે દિવસે રામદેવપીરજીની બીજ તરીકે ઉજવાય છે. આખાય દેશ ભરમાં બીજના દિવસે રામદેવજીના મંદિરો ભક્તિ ભાવ સાથે પૂજન અર્ચન કરી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે આ ભાદરવી બીજની લુણાવાડા ખાતે પણ ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી.
.
લુણાવાડા શહેરમાં રામદેવજીપીરનું મંદિર ડુંગરાભિત વિસ્તારમાં મારવાડી વાસમાં આવેલું છે. જ્યા ભાદરવી બીજની રાત્રિએ લુણાવાડા જય બાબારી ગ્રુપ મારવાડી સમાજ દ્વારા બાબા રામદેવપીરની ભાદરવી બીજ નિમિત્તે સમાજના મંદિર ખાતે પૂજા અર્ચના કરી ભક્તિ ભાવ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મંદિરને શણગારી આરતી ઉતારી કેક કાપવામાં આવી હતી.