જિલ્લા LCBની સરાહનીય કામગીરી: બોડેલીના ભોરદા કેનાલ પાસેથી રૂ. 4,36,970/- ના વિદેશી દારૂ સહિત બે જણાની ધરપકડ – Chhota Udaipur News
છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ભોરદા કેનાલ પાસેથી બોલેરો ગાડીમાં લઈ જવાતો રૂ.4,36,970/- ના વિદેશી દારૂ સહિત કુલ રૂ.12,96,970/- માં મુદ્દામાલ સાથે બે જણાંને જિલ્લા એલ.સી.બી. એ ઝડપી પાડ્યા છે.
.
છોટા ઉદેપુર જીલ્લામાં હાલ વરસાદ ચાલી રહ્યો છે છતાં સરહદી જીલ્લો હોવાને લઇને કેટલાક તત્વો વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરી રહ્યા છે જેઓને જીલ્લા પોલીસ ઝડપીને કાર્યવાહી કરી રહી છે. ત્યારે વિદેશી દારૂની મોટી ખેપ જીલ્લા એલ.સી.બી. એ ઝડપી પાડી છે.
છોટા ઉદેપુર જીલ્લા એલ.સી.બી.ની ટીમ બોડેલી વિસ્તારમાં પ્રોહિબિશનના પેટ્રોલીંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે એક બોલેરો પિકઅપ ગાડીમાં ખાટીયાવાંટ થઈને ચલામલી થઈને બોડેલી તરફ વિદેશી દારૂ લઈ જનાર છે.જેને લઇને બોડેલીના ભોરદા ગામની કેનાલ પાસે રોડ પર વોચ ગોઠવી હતી, વોચ દરમિયાન બોલેરો ગાડીનું પાયલોટિંગ કરનાર બે મોટરસાયકલ સવાર આવ્યા તેમને પીછો કરી ઝડપી પાડયા હતા, ત્યાર બાદ બાતમી મુજબની બોલેરો ગાડી નં. GJ 34 T 3815 આવતા તેને રોકવાનો પ્રયત્ન કરતા બોલેરો ગાડીના ચાલક અને બીજો સવાર ગાડી મૂકીને ભાગી ગયા હતા. બોલેરો ગાડીની તપાસ કરતા તેનાથી વિદેશી દારૂની 2654 બોટલ જેની કિંમત રૂ. 4,36,970/- મળી આવી હતી.
જેથી જીલ્લા એલ.સી.બી. એ પાયલોટિંગ કરનાર બે જણાં વિક્રમ રમેશ રાઠવા, રહે.પટેલ ફળિયા, બડવાવ,તા.જી.છોટા ઉદેપુર તથા ધર્મેશ મજીભાઈ રાઠવા ,રહે.પટેલ ફળિયા, બૈડવી,તા.જી.છોટા ઉદેપુર ને વિદેશી દારૂ,બોલેરો ગાડી,મોટરસાયકલ અને મોબાઈલ મળી કુલ રૂ. 12,96,970/- માં મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે