મહાવીર સ્વામીના જન્મ દિવસની ઉજવણી: બોટાદ જૈન સમાજ દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ દિવસની ધામધૂમથી કરાઈ ઉજવણી – Botad News
બોટાદ શહેરમાં ઉદય નંદન વિહાર ઉપાશ્રય ખાતે જૈન સમાજ દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ દિવસ ની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈ બહેનોઉપસ્થિત રહ્યા હતા.
.
ભગવાન શ્રી મહાવીર સ્વામીનો આજે જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં જૈન સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે બોટાદ જૈન સમાજ દ્વારા ભગવાન શ્રી મહાવીર સ્વામીના જન્મ દિવસની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. બોટાદ શહેરમાં આવેલાઉદય નંદન ઉપાશ્રય ખાતે મહાવીર સ્વામીના જન્મ દિવસ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપાશ્રય ખાતે મહાવીર સ્વામી ભગવાન ને પક્ષાલ પૂજા અને મુગટ પૂજા , કેસર પૂજા , ફૂલ પૂજા કરવામાં આવેલ તેમજ શ્રી મહાવીર સ્વામી જન્મ વાંચન, સ્વપ્ન ઉછામણી, અષ્ટમંગલ ભવ્ય ઉછામણી કરવા આવી હતી આ ઉછામણીમાં જૈન લોકો એ લાભ લીધો હતો
પ્રભુ મહાવીરનો જન્મ થયા ત્યાર બાદ પ્રભુ વીરના ઘોડીયા પારણાં વાજતે ગાજતે લાભાર્થીઓને લઈ જવામાં આવ્યા હતા. ભગવાન મહાવીર સ્વામીનો જન્મની ઉજવણી પ્રસંગે શહેરનાં જૈન સમાજના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમ જૈન સમાજનાઆગેવાન વિમલભાઈ બગડીયાએ જણાવ્યું હતું.