ભાવેણાના તબીબોની પહેલ: સૌરાષ્ટ્રમાં પ્રથમ આઈરેડીએટેડ પીસીવીથી સારવાર – Bhavnagar News
આજના આ આધુનિક મેડિકલ સાયન્સના સમયગાળામાં ગંભીર બાળ દર્દીને BLOOD TRANSFUSION ની જરૂર પડે અને આ સારવાર આપવામાં આવે તે સામાન્ય છે. પરંતુ જ્યારે તે ગંભીર દર્દીઓનું વજન ફક્ત ૫૩૦ ગ્રામ, ૫૫૦ ગ્રામ અને ૬૦૦ ગ્રામ જ હોય ત્યારે આ જ સારવારથી ઘણી વખત જીવલેણ બીમા
.
આ ઘટના છે ભાવનગરના નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલની કે જ્યાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર ત્રણ નવજાત શિશુને ”IRRADIATED LD PCV” થી નવજાત શિશુની સારવાર આપી નવજીવન અપાયું હતું. ખૂબ જ ઓછા વજન સાથે સાડા ત્રણ મહિના વહેલાસર જન્મેલા ૩ નવજાત શિશુઓને હું ડૉ પ્રકાશ વાઘેલા, ડૉ ચિરાગ ગાબાણી, ડૉ મેહુલ ખીમાણી અને ડૉ શ્રેયા પોંકિયાની દેખરેખ હેઠળ NICU મા દાખલ કરાયા હતા. સામાન્ય રીતે બહુ ઓછા વજન અને વહેલા સર જન્મેલા નવજાત શિશુ (ELBW) મા લોહી ઓછું બનતું હોવાથી આવા નવજાત શિશુ ને ”BLOOD TRANSFUSION” ની જરૂર પડતી હોય છે. પરંતુ સામાન્ય PCV આપવાથી આંતરડા પર સોજો, સાઇટોમેગાલો વાયરસ ઇન્ફેક્શન જેવી બિમારીઓ થવાની શક્યતા બીજા દર્દીઓની સરખામણીમાં વધુ હોય છે. પરંતુ IRRADIATED LD PCV ના TRANSFUSION થી આવી જીવલેણ ગંભીર બીમારી થવાની શક્યતા નહિવત્ થઇ જાય છે. આથી ભાવનગરની સર ટી હોસ્પિટલના PATHOLOGY વિભાગ તેમજ HCG હોસ્પિટલના કેન્સર વિભાગના સહયોગથી આ ”IRRADIATED LD PCV” તૈયાર કરવામાં આવ્યું અને આ ત્રણેય નવજાતને તેના TRANSFUSION ની સારવાર અપાતા નવજીવન આપી શકાયું.
ત્રણ હોસ્પિટલની ટીમ દ્વારા મિશન પાર પડાયું
વધુમાં પ્રકાશ વાઘેલા જણાવે છે કે, ત્રણ ગંભીર બાળ દર્દીને સાજા કરવા એ અમારી પ્રાથમિકતા હતી. માટે અમારી નાઇસ ચિલ્ડ્રન હોસ્પિટલની ટીમ, એચ.સી.જી. હોસ્પિટલના કેન્સર વિભાગ તેમજ સર ટી. હોસ્પિટલના પેથોલોજી વિભાગની ટીમે ખાસ પ્રકારનું ”IRRADIATED LD PCV” તૈયાર કરાયું હતું જેના દ્વારા મિશન સફળ રીતે પાર પડાયું હતું.