મેમો ન ભરવા પોલીસનો કાંઠલો પકડી ફરજમાં રુકાવટ કરી: રાજકોટમાં રોડ પર અડચણરૂપ કારને ટ્રાફિક પોલીસે લોક કરી ટોઇંગ કરતાં બે શખ્સોએ ધમાલ મચાવી, ASIને જાનથી મારી નાખવા ધમકી આપી – Rajkot News
રાજકોટ શહેરના ઘાંચીવાડના અક્રમ દાઉદાણી અને તેના સાગરીતે મેમો ન ભરવા બાબતે પોલીસનો કાંઠલો પકડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા એ. ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી બંને શખસોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેર ટ્
.
ગાડીને લોક મારીને પેટ્રોલિંગ માટે નીકળ્યા ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરના તેઓની સરકારી ક્રેન-06માં નોકરી હતી. તેમની સાથે TRB કરણભાઇ બસીયા, વિનોદભાઈ સોંલકી શહેરમાં નો-પાર્કીંગમાં મૂકેલ વાહનોને ટોઇંગ કરવાની કામગીરી કરવા માટે અલગ-અલગ જગ્યાએ ટ્રાફિકને અડચણના કેસો કરતા હતા. તેઓ પેટ્રોલિંગમાં ફરતા-ફરતા એસ્ટ્રોન ચોક, સરદાર નગર મેઇન રોડ તરફ જતા મેહુલ મોબાઇલની સામે રોડ ઉપર અડચણરૂપ એક i20 કાર નં.જીજે.03.એલબી.6952 પડેલ હતી. જેથી, ક્રેનને રોકી સાથેના TRBને તે ગાડીને લોક મારવાનું જણાવતા ગાડીને લોક મારેલ અને ત્યાં કોઇ ગાડીના માલીક હાજર ન હોય ,જેથી લોક મારી તેઓ પેટ્રોલિંગમાં નીકળી ગયેલ હતાં.
કાર ટો કરતા બંને શખસો ઉશ્કેરાઈ ગયા હતા ત્યારબાદ લોક ઉપર લખેલ નંબર વિનોદભાઇના મોબાઇલમાં ગાડીવાળાનો ફોન આવેલ કે, એસ્ટ્રોન ચોકમાં તમે જે i20 ગાડીને લોક મારેલ છે, તે ગાડી મારી છે, તમે અહીંયા આવો તેમ કહેતાં તેઓ એ.બી.સી મેડીકલ સ્ટોરથી પરત એસ્ટ્રોન ચોક ફોનવાલા દુકાનની સામે રોડ ઉપર ગયેલ અને ત્યાં ગાડીનો માલીક અને તેની સાથે એક શખ્સ આવેલ અને પુછેલ કે, કેટલો દંડ છે, જેથી તેમને રૂ.600નો દંડ છે કહેતાં તેમને પોતાના મોબાઇલમાંથી કોઇકને ફોન કરી તેમની સાથે વાત કરવાનું કહેતાં તેઓએ ના પાડી હતી, જેથી કાર માલિકે મારે દંડ ભરવો નથી, તેમ કહ્યું હતું. જેથી કાર ટો કરવા માટે આગળના ભાગે લઇ જતા બંન્ને શખ્સો ઉશ્કેરાઇ કહેલ કે, તને હું જોઈ લઉ છું.
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ગાડી ટો કરવા માટે હાઇડ્રોલીક જેક ઉતારેલ અને બંન્ને શખ્સને હાઈડ્રોલીક જેક વાગે નહી તે માટે દુર કરવા જતા બંન્ને શખ્સોએ કોલર પકડી તું કેવી રીતે ગાડી ટોઇંગ કરે છે તેમ કહી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી. જેથી બન્ને શખ્સોને ટીઆરબીના જવાનોએ પકડી ક્રેનમાં બેસાડી એ.ડીવીઝન પોલીસ મથકે લાવી નામ પુછતા બીલાલ દીલાવર ઉઠમણા અને અક્રમ રફીક દાઉદાણી હોવાનું જણાવેલ હતું. બંને શખ્સો સામે એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.