GUJARAT
અરવલ્લી જિલ્લામાં સવારથી વરસાદી માહોલ: મોડાસા, માલપુર પંથકમાં વરસાદ થતાં વાહનચાલકોને દિવસે લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી – Aravalli (Modasa) News
ચોમાસુ આમ તો ઉત્તરાર્ધમાં છે ત્યારે ચોમાસાએ જતા જતા જમાવટ કરી છે. ફરી એક વખત આગાહી થતા આજે વહેલી સવારથી અરવલ્લીના મોડાસા તાલુકામાં વરસાદ જોવા મળ્યો હતો.
.
આજે સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલા હતા. ત્યારે સવારે 9 વાગ્યા બાદ મોડાસા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. મોડાસાના માલપુર રોડ પર હાઇવે પર વરસાદ સાથે અંધકાર જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. વિઝિબિલિટી ઘટવાના કારણે વાહનચાલકોને દિવસે લાઈટો ચાલુ કરવાની ફરજ પડી હતી. માલપુરમાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો છે. મોડાસાના ટીંટોઇ, જીવણપુર, ઇસરોલ પંથકમાં ધોધમાર વરસાદ ખાબક્યો હોવાને કારણે હાલ વાતાવરણ જોતા વધુ વરસાદ થવાની શક્યતા વર્તાઈ રહી છે.