Amreliના બગસરાના મુંજયાસર ડેમની જળસપાટીમાં થયો વધારો, જુઓ Video
અમરેલીના બગસરાનો મુંજયાસર ડેમ 80 ટકા ભરાયો છે,જેમાં ડેમની સપાટી 22.50 ફૂટ પર પહોંચી છે.ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદના પગલે જળ સપાટીમાં વધારો થયો છે,મુંજયાસર ડેમની કુલ જળ સપાટી 24.50 ફૂટ પર પહોંચી છે.ડેમમાંથી સાતલડી નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે,બગસરા તાલુકામાં છેલ્લા બે દિવસમાં ધોધમાર વરસાદ વરસતા નદી નાળા તેમજ ડેમ છલકાઈ ગયા છે.
બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
અમરેલી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે.બગસરાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેડૂતોના પાકને જીવતદાન મળ્યું છે સાથે સાથે મુંજયાસર ડેમની જળ સપાટીમાં વધારો થયો છે.બગસરાનો આધાર સમાન ડેમ મુંજયાસર 80 ટકા ભરાઈ ગયો છે જેના કારણે સ્થાનિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.આ ડેમના દરવાજા નથી માટે ડેમ ઓવરફલો થતા સાતલડી નદીમાં તેનું પાણી આવે છે.બગસરા વિસ્તારમાં પીવાનું પાણી મુંજયાસર ડેમ પુરૂ પાડે છે.
કાચી માટીમાંથી બનેલો જેમ
આ ડેમ એશિયાનો પ્રથમ નંબરનો ડેમ છે જે કાચી માટી અને પથ્થરોમાંથી બનેલો છે આ ડેમને દરવાજા નથી એટલે પાણી સીધુ નદીમાં વહી રહ્યું છે.ખેડૂતોને સિંચાઈ માટે તેમજ સ્થાનિકોને પીવા માટે પાણી આ ડેમમાંથી આપવામાં આવે છે.વર્ષો પહેલા ગ્રામજનોની મદદથી આ ડેમને બનાવવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે.
કચ્છના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે કચ્છના અમુક ભાગોમાં ભારે વરસાદ સાથે નદી નાળામાં પાણી આવાની શકયતાઓ છે.સૌરાષ્ટ્રના ભાગોમાં છૂટો છવાયો વરસાદ થઈ શકે છે.જૂનાગઢના, અમરેલી, ભાવનગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.બીજી તરફ આજથી 5 ઓક્ટોબરમાં હસ્ત નક્ષત્રમાં ગાજવીજ સાથે કેટલાક ભાગોમાં વરસાદ થઈ શકે છે.10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર બંગાળ ઉપ સાગરમાં ચક્રવાત થવાની શકયતા રહશે.નવરાત્રી દરમિયાન છૂટો છવાયો વરસાદ થવાની શક્યતાઓ છે.