Amreli Rain: જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ, ધાતરવડી નદીમાં આવ્યું પૂર, જુઓ Video
રાજ્યમાં લાંબા વિરામ બાદ ફરી વખત મેઘરાજાનું આગમન થયું છે. હવામાન વિભાગ વિભાગની આગાહી મુજબ રાજ્યના અનેક જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. અમરેલીના ખાંભા, ગીર ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેના પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે.
ધોધમાર વરસાદના પગલે ધાતરવડી નદીમાં પૂર
અમરેલીના ખાંભા ગીરના ઉપરવાસના ગીર ગ્રામ્ય વિસ્તારો તાતણીયા, ઉમરીયા, પીપળવા, ધાવડીયા, લાસા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઉપરવાસના ગીર ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ધાવરવડી નદીમાં પૂર આવ્યું છે. ખાંભા શહેરની ધાતરવડી નદીમાં રાત્રીના સમયે પૂર આવ્યું છે.
હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી
રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયુ છે. તેમાં સવારે 10 વાગ્યા સુધી ગાજવીજ સાથે વરસાદ રહેશે. તેમજમ ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં છૂટોછવાયો વરસાદ રહેશે અરવલ્લી, પંચમહાલમાં વરસાદની આગાહી છે. તેમજ દાહોદ, મહીસાગર, વડોદરામાં વરસાદની આગાહી છે.