અમરેલી

Amreli જિલ્લામાં વરસાદી માહોલ, નવરાત્રિના આયોજકોની ચિંતા વધી



અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે અને અમરેલી શહેરમાં છેલ્લા એક કલાકથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે. અમરેલી શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી પણ ભરાયા છે. જેના કારણે સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે.

વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

અમરેલીના રાજકમલ ચોકમાં ઘુંટણ સમા વરસાદી પાણી ભરાયા છે અને અમરેલી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે શહેરમાં નવરાત્રિના આયોજકોની ચિંતમાં પણ વધારો થયો છે, અમરેલી શહેરમાં પાંચ પાર્ટી પ્લોટમાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પણ આ સ્થિતિ જોવા મળે છે જેને લઈને ખેલાયોમાં પણ નિરાશા જોવા મળી રહી છે.

અમરેલીના બગસરામાં ધોધમાર વરસાદ

ત્યારે અમરેલીના બગસરામાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બગસરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદ વરસવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જો કે ધોધમાર વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવી છે અને લોકોને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે.

અમરેલી જિલ્લામાં જળાશયો થયા ઓવરફ્લો

અમરેલી જિલ્લામાં તમામ જળાશયો ઓવરફ્લો થયા છે અને ઉપરવાસમાં વરસાદના કારણે જળાશયો ભરાઈ ચૂક્યા છે. જિલ્લાનો રાજુલા ધાતરવડી ડેમ-2 ઓવરફ્લો થયો છે. ત્યારે ડેમ ઓવરફ્લો થતાં આસપાસના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આસપસાના ખાખબાઈ, હિંડોરણા, લોઠપુર, વડ, રામપરા, ભચાદર, ઉંચેયા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગઈકાલે ખાંભામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો

ગઈકાલે પણ હવામાન વિભાગની આગાહીના પગલે ખાંભા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખાંભા શહેરમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ આ વિસ્તારમાં વરસ્યો હતો. ખાંભા શહેરના રોડ રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ત્યારે ખેડૂતોના કપાસ, મગફળી સહિતના ઉભા પાક પર સોનારૂપી વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!