Amreli: રાજુલામાં રહેણાંક વિસ્તારમાં દીપડો ઘૂસ્યો, શ્વાનનો શિકાર કર્યો
અમરેલીના રાજુલામાં દીપડો રહેણાંક વિસ્તારમાં ઘૂસ્યો હોવાનું સામે આવ્યું હતું. જેમાં મળતી માહિતી અનુસાર દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો. આ બનાવ રાજુલાના જૂની બારપટોળી ગામમાં બન્યો હતો.
રાજુલામાં દીપડાએ શ્વાનનો શિકાર કર્યો
અમરેલીમાં રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામમાં દીપડો રહેણાંક વિસ્તારમાં ઘુસ્યો હતો . જ્યાં શ્વાન ઊંઘતો હતો ત્યારે પાછળથી દીપડાએ શ્વાનનો શિકાર કર્યો હતો. જેમાં દીપડાએ શ્વાનને બચકું ભરી તેને દબોચી લીધો હતો. જેના લાઈવ દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.
સ્થાનિકો દીપડાના આંટાફેરાથી ભયભીત
સ્થાનિકો દીપડાના આટાફેરાથી ભયભીત થયા છે. સ્થાનિકોએ દીપડો રહેણાંક વિસ્તારમાં નજરે પડતા પાંજરા મુકવાની રજુઆત કરી છે. સ્થાનિકો અનુસાર આ દીપડાને ઝડપી પડી વન્યજીવ અને માનવીઓ બંને માટે સલામત સ્થળે મુક્ત કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.
નવસારીમાં દીપડાએ દેખા દીધા
અગાઉ નવસારીના ગ્રામ્ય વિસ્તારમાં દીપડો ઘુસી આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો હતો. નવસારી પૂર્વી પટ્ટીના ગામડાઓમાં દીપડાએ દેખા દીધા હતા. મોલધરા-ઓણચી રોડ પર દીપડો દેખાયો હતો. આસપાસના ગામડઓમાં રાત્રિના સમયે દીપડાએ લટાર લગાવી હતી. રસ્તેથી પસાર થતા રાહદારીએ દીપડાનો વીડિયો બનાવ્યો હતો.