GUJARAT
વિદ્યાર્થીઓને શિક્ષક બની અભ્યાસ કરાવ્યો: શ્રીમતી એ.પી.પટેલ આર્ટ્સ એન્ડ સ્વ.શ્રી એન.પી.પટેલ કોમર્સ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી – Ahmedabad News
ર્ડા. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ 5 સપ્ટેમ્બરના રોજ નરોડા વિસ્તારમાં આવેલ શ્રીમતી એ.પી.પટેલ આર્ટ્સ & સ્વ.શ્રી એન.પી.પટેલ કોમર્સ કોલેજમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. જેમાં 53 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ શિક્ષકની ભૂમિકામાં જુદાં જુદાં વિષ
.
શિક્ષક દિનનાં સમાપન કાર્યક્રમમાં આર્ટ્સ અને કોમર્સ વિભાગના ચાર વિધાર્થીઓએ પોતાનાં શિક્ષક તરીકેના પ્રતિભાવો આપ્યાં. G. S.સાક્ષીએ પ્રિન્સિપાલ તરીકેનાં પોતાના અનુભવોને વર્ણવ્યા. ડૉ. ગોવિંદભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને શિક્ષક દિવસનું મહત્વ સમજાવ્યું અને પ્રિ. ડૉ. મુકેશભાઈ પ્રજાપતિ અને સુરેશભાઈ પટેલે શિક્ષક બનેલા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ર્ડા. પારૂલબેન પટેલે અને ઈનામ વિતરણનું સંચાલન પ્રો. ધર્મેન્દ્રભાઈ પટેલે કર્યુ. આભાર વિધિ L.R. ગાયત્રીએ કરી.