સ્વચ્છતા સર્વેક્ષણ માટેના સૂચનો અપાયા: દાણીલીમડા અને બહેરામપુરામાં યોગ્ય સફાઈ થતી નથી, લોકો સાથે મીટીંગો કરી ડોર ટુ ડોર કચરો નિયમિત લેવાય એવું આયોજન કરો – Ahmedabad News
અમદાવાદ શહેરને સ્વચ્છ અને ગાર્બેજ ફ્રી સિટીના 7 સ્ટાર રેટિંગ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને જાહેર જનતા અને સંસ્થાઓ પાસેથી સમાચારપત્રોમાં જાહેરાત આપી સલાહ સૂચનો મંગાવ્યા હતા. જેમાં માત્ર ત્રણ લોકોએ મ્યુનિસિપલ કોર્પોરેશનને સ્વચ્છતાને લઈને સૂચન આપ્
.
10 જગ્યાએ કામગીરીના સૂચનો કર્યા હતા
દેશભરમાં સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેરને મેળવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી કરવા સમાચાર પત્રોમાં જાહેરાત આપી વાંધા સૂચનો મંગાવ્યા હતા. પ્રહલાદભાઈ કાપડિયાએ દાણીલીમડા અને બહેરામપુરા વિસ્તારમાં યોગ્ય રીતે સાફ-સફાઈ થતી ન હોવાની ફરીયાદ કરી હતી. 10 જગ્યાએ રોડ રસ્તા પર સફાઈ, ગટર લાઈનો ચોકઅપ અને ખાડા પડ્યા હોવા અંગે કામગીરી કરવાના સૂચનો કર્યા હતા.
સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકાઈ હતી
પર્યાવરણ મિત્ર મહેશભાઈ પંડ્યાએ પણ સૂચનો આપ્યા હતા. જેમાં આવાસ યોજનામાં સફાઈ અને ડોર ટુ ડોર વાહનો નિયમિત રીતે કચરો ઉપાડે તેવા સૂચન કર્યા હતા જ્યારે ગાર્ડન વિભાગ દ્વારા જે સ્ટ્રીમિંગ કરવામાં આવ્યા હોય તે કચરો પણ તાત્કાલિક ઉપાડવામાં આવે તેમ જણાવ્યું છે. ડોર ટુ ડોરનાં વાહનોમાં ડ્રાઈવર સહિતના સ્ટાફ દ્વારા તમામ સેફ્ટી સાધનોનો ઉપયોગ કરવો. ડોર ટુ ડોર વાહનો દ્વારા રહેણાંક વિસ્તારમાં તમામ ઘરો આવરી લેવાય તે ખાસ જોવું તેમ જણાવ્યું હતું. આ સૂચનોને ધ્યાનમાં લઇ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ માટે મોકલી આપવાની આજે દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મૂકવામાં આવી હતી જેને મંજૂરી આપવામાં આવી છે.
ક્યાં-ક્યાં સૂચનો?
- દાણીલીમડા અને બહેરામપુરા વોર્ડમાં સફાઈ વધુ સઘન બનાવવાની થાય છે.
- દાણીલીમડા પોલીસ લાઇન વિસ્તારમાં કાયમ સ્વચ્છતા થતી નથી. ફૂટપાથ પર દબાણ થયેલ છે, રીપેર થતી નથી અને ખાડા પડેલ છે.
- આંબેડકર નગર, બાબુનગર ખાતે સ્વચ્છતા થતી નથી. રાત્રે કચરો નાખવામાં આવે છે. રોડ તથા ફૂટપાથ રીપેર થતા નથી અને ખાડા પડેલ છે.
- દાણીલીમડા ગામ, ચબૂતરા પાસે, મ્યુનિ.સ્કૂલ પાસે, એકતા નગર, પાણીની ટાંકી પાસે, મ્યુનિ.અર્બન સેન્ટર પાસે સ્વચ્છતા થતી નથી. રોડ તથા ફૂટપાથ રીપેર થતા નથી અને ખાડા પડેલ છે.
- શિવમ એપાર્ટમેંટ તથા આખા રોડ ઉપર સ્વચ્છતા થતી નથી. રોડ તથા ફૂટપાથ રીપેર થતા નથી અને ખાડા પડેલ છે.
- આનંદવિહાર સોસાયટી ગામ તથા આખા રોડ ઉપર સ્વચ્છતા થતી નથી. રોડ પરની મેઇન ડ્રેનેજ લાઇન ચોકઅપ થયેલ છે અને ખાડા પડેલ છે.
- હીરાપના સોસાયટી પોલીસ ચોકીની આજુબાજુ સ્વચ્છતા થતી નથી અને ખાડા પડેલ છે.
- શાહઆલમ દરવાજાથી તીનબત્તી વિસ્તાર સ્વચ્છતા થતી નથી. રોડ તૂટેલા છે. ખાડા પડેલ છે.
- મંગલ વિકાસથી દાણીલીમડા ગામ તરફ સ્વચ્છતા થતી નથી. રોડ તૂટેલા છે. ખાડા પડેલ છે.
- તેજવીર પાર્ક, કેલિકો ખાતે કચરો ઉપાડવામાં આવતો નથી. ફૂટપાથ લેવલ નથી અને ખાડાઓ પડેલા છે.
- તમામ ઝોનમાં આવેલ વોર્ડમાં સમયાંતરે પબ્લીક સાથે મિટિંગનું આયોજન કરવું.
- શહેરમાં આવેલ સરકાર દ્વારા ફાળવવામાં આવેલ આવાસ યોજનાના મકાન / ક્વાટર્સમાં સફાઈની વ્યવસ્થા સધન બનાવવી તથા ડોર ટુ ડોર વાહનો નિયમિત થાય તે જોવું.
- ડોર ટુ ડોરના વાહનોમાં ડ્રાયવર સહિતના સ્ટાફ દ્વારા તમામ સેફ્ટી સાધનોનો ઉપયોગ કરવો. ડોર ટુ ડોર વાહનો દ્વારા રહેણાંક વિસ્તારમાં તમામ ઘરો આવરી લેવાય તે ખાસ જોવું.
- ગાર્ડન વિભાગ દ્વારા ટ્રીમીંગ વેસ્ટનો તાકીદે નિકાલ કરવો તેમજ ગાર્ડનમાં મૂકવામાં આવેલ કંપોસ્ટ પીટો વ્યવસ્થિત રીતે મેઈન્ટેઇન થાય તે જોવું