અભયમની મદદ માંગી: માતાએ પ્રેમી સાથે લગ્ન કરાવવાની ના પાડતા સગીરાએ ઝઘડો કરી આત્મહત્યાની ધમકી આપી, ટીમે સગીરાનું કાઉન્સેલિંગ કર્યું – Ahmedabad News
સોશિયલ મીડિયાના જમાનામાં ફોન પર જ એકબીજાને સાથે વાતો કરીને પ્રેમમાં પડનારા યુવક-યુવતીઓ માટે ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વાસણામાં 17 વર્ષીય સગીરાને સોશિયલ મીડિયાના માધ્યમથી ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે રહેતા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. જ
.
માતાને શંકા જતા પૂછપરછ હાથ ધરી
મળતી માહિતી મુજબ વાસણામાં રહેતી એક મહિલા જે છૂટક મજૂરીકામ કરી ગુજરાન ચલાવે છે. તેની 17 વર્ષની સગીર દીકરીઓને સોશિયલ મીડિયા મારફતે ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે રહેતા એક યુવક સાથે મિત્રતા થઈ હતી. જે બાદ બંને વચ્ચે વાતો થવા લાગી અને પ્રેમ સંબંધ બંધાયો હતો. જેથી, યુવક એક દિવસ સગીરાને મળવા માટે અમદાવાદ પણ આવ્યો હતો. બીજી બાજુ સગીરા રોજ મોબાઈલ પર વાતો કરતી હોવાથી માતાને શંકા ગઈ અને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યુ હતુ કે, તેની સગીર દીકરીને એક યુવક સાથે પ્રેમ સંબંધ છે અને તેની સાથે લગ્ન કરવા માગે છે. જોકે, માતાએ તેની સાથે લગ્ન કરાવવાની ના પાડી અને અભ્યાસ પર ધ્યાન આપવાનું જણાવતા બંને વચ્ચે ઝઘડો થયો હતો.
જો તું મને રોકીશ તો હું આત્મહત્યા કરી લઈશ
માતાએ લગ્ન કરવાની ના પાડતા ઉશકેરાયેલી સગીરાએ જો તું મને રોકીશ તો હું આત્મહત્યા કરી લઈશ એવી માતાને ધમકી આપવા લાગી હતી. જેથી માતાએ 181 અભયમ હેલ્પલાઇન પર ફોન કરી મદદ માંગી હતી. અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી સગીરાની પૂછપરછ કરી હતી ત્યારબાદ તેની ઉંમર નાની હોવાથી લગ્ન કરી શકાય નહીં તે તથા કાયદાકીય માહિતી આપી હતી. જે બાદ તેનુ કાઉન્સેલીંગ કરી સારા ભવિષ્યની સલાહ આપી હતી. જેથી સગીરાને પોતાની ભુલ સમજાતા તેણે માતાના માફી માંગી હતી અને પ્રેમ સંબંધ તોડી અભ્યાસ પર પૂરતુ ધ્યાન આપશે તેવી બાંહેધરી આપી હતી.