GUJARAT
રામદેવપીર નવરાત્રી: લાલગેબી આશ્રમ હાથીજણ ખાતે નકળંગ ગુરુ પરક ભાગવત કથાનું આયોજન કરાયું – Ahmedabad News
અમદાવાદ શહેરના અમરધામ લાલ ગેબી સેવા ટ્રસ્ટ દ્વારા લાલગેબી આશ્રમ હાથીજણ ખાતે રામદેવપીર નવરાત્રી નિમિત્તે નકળંગ ગુરુ પરક ભાગવત વક્તા કનકેશ્વરી દેવીજી મધુર કંઠે તારીખ 4 /9 /24 થી તારીખ 10/ 9 /24 સુધી રાખેલ છે.
.
આ પ્રસંગે ભવ્ય સંતવાણીમાં કલાકારો શૈલેષ મહારાજ તથા ભગવતીબેન ગોસ્વામી તથા પૂનમબેન ગોંડલીયા તથા પદ્મશ્રી હેમંતભાઈ ચૌહાણ પધારશે પોથી યાત્રા હાથીજણ ગામ મીનાબેન રમેશભાઈ પટેલ ના ઘરેથી નીકળી હતી કથાનો સમય સવારે 9: 30 થી 12 અને સાંજે 3:30 થી 6 વાગ્યા સુધી રાખેલ છે. આ પ્રસંગે સમગ્ર લાલ પરિવાર હાજર રહ્યો હતો એમ લાલ ગેબી આશ્રમના મહંત મહાદેવ બાપુ સદગુરુ લાલબાપા દ્વારા જણાવ્યું છે.