કામગીરી: સાબરકાંઠા જિલ્લાના 7 વર્ષ જૂના ખખડી ગયેલા માર્ગોનું રૂ. 84 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે – sabarkantha (Himatnagar) News
સાબરકાંઠા જિલ્લાના ખેરોજથી રાજસ્થાન બોર્ડરને જોડતા માર્ગ માટે રાજ્યના માર્ગ અને મકાન વિભાગ ધ્વારા 12 કરોડની ફાળવણી સહિત જિલ્લાના 8 તાલુકાના 7 વર્ષથી સમથળ ન કરાયેલ 58 માર્ગોના રિસરફેસિંગ, સીલકોટ નાળાની કામગીરી માટે 68 કરોડની ફાળવણી કરવામાં આવી છે. તદ્
.
વર્ષો જૂના ખખડધજ માર્ગો માટે ધારાસભ્યઅે રજૂઆત કરતાં માર્ગ અને મકાન વિભાગે 7 વર્ષથી રિસ્ફેસ ન થયેલા ડેરી માર્ગો, એપ્રોચ રોડ વગેરેને મુખ્યમંત્રી સડક યોજના, ખાસ અંગભૂત, ટ્રાયબલ, નોર્મલ વગેરે હેડે ગ્રાન્ટની ફાળવણી કરી માર્ગોને સમથળ કડવા જોબનંબર ફાળવી પંચાયતના માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેરને આ રસ્તાઓ ઉપર જરૂરી પ્રોફાઈલ કરેક્શન, કટીંગ વિસ્તારમાં ગટરની સુવિધા કરી પાણીના નિકાલની વ્યવસ્થા, 100થી 200 મીટર લંબાઈમાં કોંક્રીટ રોડ, થર્મો પ્લાસ્ટર પટ્ટા, કેટ આઈઝ વગેરે રોડ સેફટીની આઈટમો જરૂર હોય ત્યાં ઉપલબ્ધ કરાવવાની અને તમામ કામગીરી વહીવટી મંજૂરી માટેના બ્લોક એસ્ટીમેન્ટ સાત દિવસમાં રજૂ કરવા સૂચના આપવામાં આવી છે.
આ માર્ગોનું નવીનીકરણ
તાલુકો માર્ગની લંબાઈ રકમ
સંખ્યા (કિમી) (કરોડમાં)
પ્રાંતિજ 03 13.55 6.80
તલોદ 07 12.80 5.22
હિંમતનગર 12 37.61 13.76
ખેડબ્રહ્મા 10 28.85 10.00
પોશીના 03 13.88 5.87
વિજયનગર 09 19.93 7.89
ઇડર 13 33.60 18.50
વડાલી 01 3.30 2.98
કુલ 58 169.57 68.02
ખેરોજ-દેમતી-કોટડા રાજસ્થાન બોર્ડરને જોડતાં હાઇવે માટે 12 કરોડ મંજૂર
રાજસ્થાન બોર્ડરની ખેરોજથી જોડતા માર્ગ માટે રૂ.12 કરોડ ફાળવાયા છે. ખેડબ્રહ્મા તાલુકાના ખેરોજ- ખેડબ્રહ્મા હાઇવે પર રતનપર પ્રાથમિક શાળાથી ચાંગોદને જોડતા માર્ગ માટે રૂ.1.60 કરોડ અને પોશીના તાલુકાના દેલવાડા ટાવરથી અંબાસર ને જોડતા 4 કી.મી લંબાઈના માર્ગ માટે 3.20 કરોડ મંજૂર કરી જોબનંબર ફાળવવામાં આવ્યા છે. હિંમતનગર ના 12 માર્ગો માટે 13.76 કરોડ, ઈડરના 13 માર્ગો માટે 18.50 કરોડ, વડાલીના 1 માર્ગ માટે 2.98 કરોડ, ખેડબ્રહ્માના 10 માર્ગો માટે 10 કરોડ, પોશીનાના 03 માર્ગો માટે 5.87 કરોડ, વિજયનગરના 9 માર્ગો માટે 7.89 કરોડ, પ્રાંતિજના 03 માર્ગો માટે 6.80 કરોડ અને તલોદના 7 માર્ગો માટે 5.22 કરોડ મળી કુલ 58 માર્ગોનું 68.02 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે.
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાબરકાંઠાના 58 માર્ગો માટે 68 કરોડની ફાળવણી કરાઈ
7 વર્ષ જૂના માર્ગોનું રિસરફેસિંગ, કાર્પેટ, સીલકોટ અને નાળા વગેરેની કામગીરી હાથ ધરાશે