GUJARAT
કાર્યવાહી: પાલનપુરના કુંભાસણ નજીક વાહન ચાલકે 6 પદયાત્રીઓને અડફેટે લેતાં ઇજા પહોંચી – banaskantha (Palanpur) News
પાલનપુરના કુંભાસણ નજીક વાહન ચાલકે 6 પદયાત્રીઓને અડફેટે લેતાં ઇજા પહોંચી હતી.આ અંગે ફરિયાદ નોંધાઈ હતી.
.
પાલનપુર તાલુકાના સામઢી નાઢાણીવાસના વિષ્ણુંસીંગ નાઢસીંગ સોલંકી તેમનો પુત્ર લક્ષ્મણસીંગ, કૌટુમ્બિક ભાઇઓ કિરણસીંગ સરદારસીંગ સોલંકી, વિજયસીંગ અનારસીંગ સોલંકી, ચકુસીંગ શાંતુસીંગ સોલંકી, વિષ્ણુંસીંગ ખેમસીંગ સોલંકી પગપાળા અંબાજી જવા માટે રવિવારે નીકળ્યા હતા. જેઓ સાંજના સુમારે કુંભાસણ નજીક પસાર થતા હતા. ત્યારે પાછળથી આવેલા અજાણ્યા વાહન ચાલકે તમામને અડફેટે લઇ ફંગોળ્યા હતા. જેમને ગંભીર ઇજા થતાં 108 દ્વારા પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે વિષ્ણુંસીગ સોલંકીએ અજાણ્યા વાહનના ચાલક સામે ગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.