GUJARAT

નેતાઓ સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત, પ્રજા સમસ્યાથી ત્રસ્ત: રાજકોટમાં ડ્રેનેજ, ગંદકી, સફાઈ, લાઇટ અને પાણી સહિતની ફરિયાદોના ઢગલા, 4-4 દિવસ સુધી ઉકેલ ન આવતો હોવાનો લોકોમાં રોષ – Rajkot News

રાજકોટમાં વરસાદે વિરામ લીધાને એક સપ્તાહ પૂર્ણ થયું છતાં હજુ પણ રાજકોટના 1થી 18 તમામ વોર્ડમાં પ્રજાને અનેક સમસ્યા સતાવી રહી છે. રાજકોટમાં ઠેર-ઠેર રસ્તા પર ખાડા અને ગટરો ઉભરાઇ દુર્ગંધ યુક્ત પાણી બહાર આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. લોકો અનેક ફરિ

.

તમામ 18 વોર્ડમાં ડ્રેનેજની ફરિયાદો
જન્માષ્ટમીના તહેવાર દરમિયાન સતત ચાર દિવસ રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જોકે, આ પછી છેલ્લા એક સપ્તાહથી વરસાદે વિરામ લઇ લીધો છે અને વરસાદે વિરામ લેતાની સાથે મનપાના અધિકરીઓ પદાધિકારીઓ રોડ રસ્તા પરના ખાડા, સાફ સફાઈ, ગટર સહિતના પ્રશ્નો હલ કરી દેવા વાયદો કરવામાં આવ્યો હતો. જોકે, આમ છતાં રાજકોટ શહેરમાં કુલ 18 વોર્ડનો સમાવેશ થાય છે અને તમામ 18 વોર્ડમાં ડ્રેનેજની ફરિયાદો સૌથી વધુ ઉઠી રહી છે. રાજમાર્ગો ઉપર હજુ પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. ગટરના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી ગયાની પણ ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે મહાપાલિકાના નેતાઓ આ સમસ્યાઓ ઉકેલવા માટે લોકોની વ્હારે જવાના બદલે સદસ્યતા અભિયાનમાં વ્યસ્ત બની ગયા છે.

અન્ડરબ્રિજમાં હજુ પણ વગર વરસાદે પાણી ભરેલા
રાજકોટના શીતલ પાર્ક, ગાંધીગ્રામ, બજરંગવાડી, મોરબી હાઉસ, સ્ટેશન રોડ, પોપટપરા વિસ્તાર, રેલનગર, કોઠારીયા, હુડકો, ભોમેશ્વર, એરપોર્ટ રોડ, સહીત તમામ વિસ્તારોમાં રોડ રસ્તા પર ખાડા, સફાઈ, ગંદકી, ગટર ઉભરાવવા તેમજ ગટરનું પાણી પીવાના પાણી લાઈનમાં ભળી જવા સહિતની ફરિયાદો ઉઠી રહી છે. એટલું જ નહિ રાજકોટનું પોપટપરા ગરનાળું અને રેલનગર અન્ડરબ્રિજમાં હજુ પણ વગર વરસાદે પાણી ભરેલા છે અને વાહનચાલકો પણ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. મનપાના ચોપડે ડ્રેનેજ, પાણી વિતરણ, સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની અને સફાઈની વધુ ફરિયાદો નોંધાઇ છે જેમાંથી ડ્રેનેજની સૌથી વધુ ફરિયાદોનો હજુ નિકાલ આવ્યો નથી.

છેલ્લા 15 દિવસથી પાણી ભરેલા છે
રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધ રજનીકાંતભાઇ ભટ્ટી કે જેઓ કુલ્ફી વહેંચી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓ રેલનગરથી બેડીનાકા વિસ્તારમાં સાઇકલ લઈને દરરોજ જતા હોય છે. તેમને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પોપટપરાના ગરનાળામાં છેલ્લા 15 દિવસથી પાણી ભરેલા છે તેનાથી લોકો પરેશાન થઇ રહ્યા છે. પહેલાં વરસાદી પાણી ભરેલું હતું હવે ગટરનું પાણી ઉભરાઈને તેમજ વોંકળામાંથી પાણી બહાર આવી પોપટપરાના ગરનાળામાં ભરાયેલ છે. અતિ દુર્ગંધ યુક્ત પાણી છે આનો કાયમી નિકાલ થવો ખુબ જરૂરી છે.

અમારે સૌથી મોટો પ્રશ્ન ગટર ઉભરાવવાનો છે
રાજકોટના સ્ટેશન રોડ ઉપર રહેતા કોકિલાબેન મકવાણાએ જણાવ્યું હતું કે, રાજકોટના સ્ટેશન રોડ ઉપર અમે રહીએ છીએ. વરસાદે વિરામ લીધો બાદથી અમારે અહીંયા સૌથી મોટો પ્રશ્ન ગટર ઉભરાવવાનો છે. આમ છેલ્લા પાંચ દિવસથી ફરિયાદ નોંધાવી રહ્યા છીએ. ત્યારે આજે ગટર સાફ કરવા માટે આવ્યા છે. અને ગટરનું પાણી રસ્તા પર ફરી વળે છે. અગાઉ પણ સફાઈ કરવામાં આવી હતી પરંતુ ફરી ભરાઈ જાય છે માટે એનો કાયમી કોઈ ઉકેલ આવતો નથી. અતિ દુર્ગંધ યુક્ત પાણી ગટરનું બહાર આવે છે. મચ્છરના ઉપદ્રવ થાય છે. માંદગી ફેલાવાનો ડર છે. અને આ જ રીતે PGVCLને પણ વારંવાર ફરિયાદ કરવી પડે છે. 10-10 હજાર લાઇટ બિલ ભરીએ છીએ છતાં દરરોજ વીજળી ગુલ થઇ જાય છે. અનેક વખત કમ્પ્લેન કરીએ છતાં કોઈ કાર્યવાહી થતી નથી. મુશ્કેલીઓનો હલ આવતો નથી અમે ત્રસ્ત થઇ ગયા છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!