GUJARAT

સુરત ક્રાઇમ ન્યુઝ: 4 વર્ષના બાળકનું અપરહણ કરીને ખંડણી માંગી હતી, 20 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ઝડપી પાડ્યો – Surat News


રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા અપહરણ-ખંડણીના ગુનામાં 20 વર્ષથી વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપીએ 4 વર્ષના બાળકનું અપરહણ કરીને ખંડણી માંગી હતી. આ ગુનામાં છેલ્લા 20 વર્ષથી આરોપી નાસ્તો ફરતો હતો. આ દરમિયાન સુરત ક્રાઈમ બ્રા

.

4 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું
મળતી માહિતી મુજબ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મૂળ ઉતરપ્રદેશના વતની આરોપી મેનેજર અભયચંદ યાદવને ખેડા ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપી ટ્રક ડ્રાઈવિંગ તરીકે કામ કરતો હતો. આરોપી વર્ષ 2004ની વર્ષમાં સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો હતો ત્યારે તેને પૈસાની જરૂર પડતા સહ આરોપી તડકેશ્વર સાથે મળીને 4 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું અને ફોન કરીને તારા છોકરાને લેવા માટે અડધા કલાકમાં 10 હજાર લઈને આવ નહિ તો વેચી મારીશ તેમ કહ્યું હતું. આ સમગ્ર મામલો રાંદેર પોલીસ મથકે પહોચ્યો હતો. આ ગુનામાં આરોપી છેલ્લા 20 વર્ષથી નાસ્તો ફરતો હતો દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને ખેડા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!