બંધ ઘરમાંથી 14 લાખની ચોરી: અમદાવાદનો પરિવાર મરણપ્રસંગે વડોદરા ગયો ને તસ્કરોએ ઘરમાં ઘૂસીને 50 ઇંચનું ટીવી, દાગીના- રોકડ પર હાથ સાફ કર્યો – Ahmedabad News
શહેરના પુર્વ વિસ્તારમાં 13.82 લાખની મત્તાની ચોરી થતા ચકચારમચી ગઇ છે. પરિવાર મરણપ્રસંગમાં વડોદરા ગયો હતો, ત્યારે તસ્કરોએ ઘરમાં ઘૂસીને ટીવી, દાગીના, રોક્ડ, લેપટોપની ચોરી કરીને ફરાર થઇ ગયા હતા. ગઇકાલે પરિવાર વડોદરાથી પરત આવ્યો ત્યારે તેમણે ઘરનો સામાન વે
.
પરિવાર વડોદરા ગયો ને તસ્કરો ત્રાટક્યાં
ઇસનપુર વિસ્તારમાં આવેલી જયકૃષ્ણ સોસાયટીમાં રહેતા સુમીતભાઈ શર્માએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં 13.82 લાખની ચોરીની ફરિયાદ કરી છે. સુમીતભાઇએ વર્ષ 2007માં શહારન એન્જિનરિંગ નામથી કંપની શરૂ કરી હતી. સુમીતભાઇ હાલ તેના માતા પિતા સાથે રહે છે અને તે પોતે અપરણીત છે. સુમિતભાઈના કાકી અનુબેન શર્મા વડોદરા રહેતા હતા. જેમનું 12 દિવસ પહેલા અવસાન થયુ હતું. અનુબેનના બારમાં તેરમાની વિધિ હોવાથી સુમીતભાઈ તેમજ તેના માતા-પિતા તારીખ 2 ઓગસ્ટના રોજ સાંજે ચાર વાગે ઘરનું લોક મારીને ગયા હતા.
પરિવાગ ઘરે આવતા દરવાજા ખુલ્લા હતાં
ગઇકાલે ચાર વાગ્યાની આસપાસ સુમીતભાઈ પરિવાર સાથે વડોદરાથી અમદાવાદ આવ્યા ત્યારે તેમને ઘરના બન્ને લોક અર્ધ ખુલ્લા જોયા હતા. સુમિતભાઈએ ઘરમાં જઇને જોયુતો ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો. જેથી તેમને ચોરી થઇ હોવાની શંકા થતા તરતજ પોલીસને જાણ કરી દીધી હતી. સુમિતભાઇના ઘરમાંથી સોના-ચાંદીના દાગીના, રોક્ડ, ટીવી, ચાંદીના વાસણ સહિત કુલ 13.82 લાખની મત્તાની ચીજવસ્તુઓ ચોરાઇ છે.
પોલીસે તપાસ હાથ ધરી
ચોરીની જાણ પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટનાસ્થળે આવી ગયા હતા અને સુમીતભાઈની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તસ્કરોએ સુમિતભાઇના ઘરમાંથી 12 નંગ સોનાની બંગડી, બે નંગ સોનાની બુટ્ટી, ત્રણ નંગર સોનાની વિંટી, એક સોનાનું મંગળસુત્ર, એક નંગ ચાંદીની થાળી, ચાર નંગ ચાંદીની વાડકી, બે નંગ ચાંદીની ચમચી, બે નંગ ચાંદીના ગ્લાસ, તેમજ એક કિલો ચાંદી, એક લેપટોપ, ટીવી, ઘડીયાળ તેમજ 3.75 લાખ રોક્ડની ચોરી કરી છે.
ફિંગરપ્રિન્ટ તેમજ ફુટપ્રિન્ટની નિશાન મેળવવા કવાયત
તસ્કરોએ સુમિતભાઈના ઘરમાં મોડીરાતે ચોરી કરી હોવાનું પોલીસનું માનવુ છે. પોલીસના અંદાજ મુજબ તસ્કરોએ સુમિતભાઈના ઘરમાંથી ટીવી સહિતની ચીજવસ્તુઓ ચોરી હતી, જેથી તે મોડીરાતે શક્ય છે. રાતે જ્યારે સોસાયટીના સભ્યો સૂઇ રહ્યા હતા ત્યારબાદ તસ્કરોએ તેમના ઘરને ટાર્ગેટ કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ બે દરવાજા તોડ્યા હતા અને બાદમાં ઘરમાં ઘૂસીને સામાન વેરવિખેર કર્યો હતો. બાદમાં તીજોરી તોડીને તેમાથી દાગીના અને રોક્ડની ચોરી કરી લીધી હતી. ઘરમાં કોઇ હાજર નહી હોવાના કારણે તસ્કરોએ આરામથી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તસ્કરોએ સુમિતભાઈની રૂમ તેમજ તેના માતા-પિતાના રૂમ અને રસોડા સહિતની જગ્યાઓ પર હાથ ફેરો કર્યો હતો. પુર્વ વિસ્તારમાં લાખો રૂપિયાની મત્તાની ચોરી થતાની સાથેજ પોલીસ એફએસએલ તેમજ ડોગસ્કવોડની પણ મદદ લેવાશે. ઘરમાં તસ્કરોના ફિંગરપ્રિન્ટ તેમજ ફુટપ્રિન્ટની નિશાન એફએસએલ દ્વારા લેવામાં આવશે.
કાર કે રિક્ષામાં ચોરી કરવા આવ્યા હોવાની શંકા
પોલીસના અંદાજ મુજબ સુમિતભાઈના ઘરમાં ચોરી કરવા માટે આવેલા શખ્સો કાર અથવા રિક્ષામાં આવ્યા હોઇ શકે છે. જે રીતે તસ્કરોએ સુમિતભાઈનું 50 ઇંચથી મોટુ ટીવી ચોરી લીધુ છે, તો તેને બાઇક કે એક્ટિવા પર લઇ જવુ અશક્ય છે. જેના કારણે તે લોકો કાર અથવાતો રીક્ષામાં આવ્યા હોવાની શંકા છે.