ધજા મહોત્સવનો પાંચમો દિવસ: ઊંઝા ધજા મહોત્સવમાં નગરપાલિકાના 11 સફાઈ કામદારોએ ધજા ચડાવી ધન્યતા અનુભવી; બે લાખ ભક્તોએ માતાજીના દર્શન કર્યા – Unjha News
ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવ ધાર્મિક સાથે સમાજ ઉત્થાનનો ભવ્ય મહોત્સવ બની રહ્યો છે. કુળદેવી મા ઉમિયાના આશિર્વાદ વરસી રહ્યા તેની સાબિતી આપતી ઘટના એ છે કે ઊંઝા નગરપાલિકામાં ફરજ બજાવતા 11 સફાઈ કામદારોએ ખુબ જ આસ્થા અને શ્રધ્ધા સાથે ધજાનું પુજન કર્યું હતું. સફા
.
ભવ્યાતિભવ્ય ધજા મહોત્સવના પાંચમાં દિવસે ગુજરાતભરમાંથી શ્રધ્ધાળુઓનો પ્રવાહ અવિરત રીતે વહી રહ્યો છે. ધજા મહોત્સવના સાક્ષી બનવા અને કુળદેવી ઉમિયા માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા આજે બે લાખ કરતાં પણ શ્રધ્ધાળુઓ ઉંઝા પધાર્યા હતા. ઉમિયાબાગ ખાતે નિત્યક્રમ મુજબ ધજાઓનું વિતરણ અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પુજા અર્ચના કરવામાં આવી હતી. ધજા પૂજા બાદ ભક્તિગીતો સાથેની શોભાયાત્રા મંદિર પર પહોંચતાં પદાધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. ધજા મહોત્સવના પાંચમા દિવસે એન.કે.પ્રોટીન કડી દ્વારા નોંધાવેલી ધજાઓનું પૂજન ત્રણ સ્લોટમાં કરી શિખર પર ચઢાવવામાં આવી હતી.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા ધાર્મિક મહોત્સવ સાથે સમાજ ઉત્થાનનું પણ મહત્વપૂર્ણ મિશન હાથ ધરાયું છે .પાટીદાર સમાજ દરેક સમાજને સાથે રાખી ચાલે છે અને અન્ય સમાજને પણ પ્રેરણાદાયી બની રહી છે. તેની સાબિતી આપતી ઘટના એ હતી કે ઉંઝા નગરપાલિકાના 11 સફાઈ કામદારો એ 11 ધજા ચઢાવી હતી. કોઈપણ જાતના ભેદભાવ વગર સફાઈ કામદારો એ ધજાનું પુજન કરી ઉત્સાહ અને ઉમંગ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા. મા ઉમિયાની શિખર પર શ્રધ્ધાની ધજા ચઢાવી ધન્યતા અનુભવી હતી.
ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલે જણાવ્યું હતું કે, ધજા મહોત્સવમાં તમામ જ્ઞાતિના લોકો ઉત્સાહપુર્વક ભાગ લઈ રહ્યા છે. જ્યારે ધજા મહોત્સવના ચેરમેન બાબુભાઇ પટેલ ( જય સોમનાથ પરિવાર, ખોરજ) કહે છે કે ધજા મહોત્સવ સામાજીક એકતા ને વધારે મજબૂત બનાવવા અને અન્ય સમાજને પ્રેરણા આપવા પ્રેરણાદાયી બન્યો છે તેનો સહુને આનંદ અને ગર્વ છે.
આ ઉપરાંત સોલા ઉમિયા કેમ્પસ ખાતે કાર્યરત ઉમિયા કેવીસી ટ્રસ્ટના મંત્રી ચંદુભાઈ પટેલ, ભાજપના દિગ્ગજ યુવાનેતા ઋત્વિજ પટેલ સહિતની ટીમ ઉંઝા મંદિરે પહોંચી હતી. કેવીસીના સભ્યોએ 16 જેટલી ધજાનું પુજન કરી ઉત્સાહ અને ઉમંગ સાથે ધજાઓ શિખર પર ચઢાવી હતી. તે સાથે ઘાટલોડીયા પાટીદાર યુવા સંગઠનના પ્રમુખ અલ્પેશ પટેલ સહિત 40 સભ્યોએ પણ ધજાનું પુજન કરી આસ્થા અને શ્રધ્ધા સાથે ધજાઓ ચઢાવી હતી.
ધજા મહોત્સવમાં પધારેલા શ્રધ્ધાળુઓ શુધ્ધ, સાત્વિક અને પૌષ્ટિક ભોજન પ્રસાદ, પંચરત્ન પ્રસાદ, ટ્રાફિક વ્યવસ્થા, ચા-કોફી નાસ્તાની સુંદર વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા ઉપરાંત કોઈપણ પ્રકારની ધક્કામુક્કી વગર સરળતાથી મા કુળદેવી ઉમિયા માતાજીના દર્શન કરવાની અકલ્પનીય વ્યવસ્થાના સતત વખાણ સાંભળવા મળતા હતા. ધજા મહોત્સવના પાંચમા દિવસે બે લાખ કરતાં પણ વધારે દર્શનાર્થીઓનો પ્રવાહ ચાલુ રહ્યો હતો.