GUJARAT

હોસ્પિટલમાં બાળકના મોતનો મામલો: પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીના આક્ષેપ સાથે રેલી યોજી આવેદન પાઠવ્યું, હોસ્પિટલ તંત્રએ કહ્યું-રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે – Navsari News

15 મી ઓગસ્ટના રોજ નવસારી શહેરમાં આવેલા યશફિન હોસ્પિટલમાં એક ગર્ભવતી સ્ત્રીને પ્રસુતિ માટે દાખલ કરવામાં આવી હતી. જેમાં ડિલિવરી સમયે નવજાત બાળકનું મોત થયું હતું. મોત પાછળ હોસ્પિટલના ગાયનેક ડોક્ટરની બેદરકારીના આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે. ત્યારે આજે 3

.

શું હતી સમગ્ર ઘટના?
નવસારીના મિથીલા નગરીમાં રહેતા પરેશભાઈ પ્રતાપભાઈ સોલંકીને ત્યાં તેમની બહેન દક્ષાબેન પંકજભાઈ પરમાર (મૂળ રહે,અનાપુર, બનાસકાંઠા) પ્રસુતિ માટે આવ્યા હતા. નવસારીના વિરાવળ સ્થિત યશફીન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. દરમિયાન દક્ષાબેનને પ્રસુતિની પીડા થતાં યશફીન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ થી ચાર દિવસની સારવાર બાદ રજા આપવામાં આવી હતી અને ગુરૂવારે મધ્યરાત્રે 3 વાગ્યાની આસપાસ ફરીથી દક્ષાબેનને પીડા ઉપડતા યશફીન હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. જ્યાં પ્રસુતિ થતાં પ્રસુતિ માટે ડૉક્ટર લઇ ગયા હતા. જ્યાં નવજાત બાળકીનું મોત થયું હોવાનું પરિવારજનોને જણાવતા ભારે હોબાળો થયો હતો. પ્રસુતાના પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીને કારણે નવજાત બાળકીનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો. આ બનાવ અંગે રૂરલ પોલીસમાં પરેશભાઈ સોલંકીએ ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ એચ.આર.બારોટ કરી રહ્યા છે.

પરિવારજન દ્વારા ગ્રામ્ય પોલીસ મથકમાં હોસ્પિટલની બેદરકારી અંગેની એક અરજી આપી હતી. પોલીસે પણ તપાસ કરીને અકસ્માત મોતની નોંધ કરી નવજાતના મૃત શરીરમાંથી કેટલાક સેમ્પલ મેળવી એફએસએલમાં મોકલ્યા છે જેનો રિપોર્ટ હજુ સુધી આવ્યો નથી. રિપોર્ટ બાદ પોલીસ કોઈ ચોક્કસ નિર્ણય પર પહોંચી શકે તેમ છે.

શું કહે છે પોલીસ?
કેસની તપાસ કરતાં ગ્રામ્ય પીએસઆઇ એચ આર બારોટે જણાવ્યું કે, આ મામલે પરિવારજનો દ્વારા ફરિયાદ મળતા અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે. FSL રિપોર્ટ આવ્યા બાદ કોઈ ચોક્કસ નિર્ણય લેવામાં આવશે.

સગર્ભાના પારિવારિક ભાઈ શું કહે છે?
સગર્ભા મહિલાના પારિવારિક ભાઈ કિરણ સોલંકીની આગેવાનીમાં આજે ફુવારાથી કલેક્ટર કચેરી તેમજ એસપી કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે, મારી બહેનને 15 મી ઓગસ્ટના રોજ સવારે ચાર વાગ્યે એસપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કોઈપણ વ્યક્તિને ઓપરેશન થિયેટરમાં જવા દેવાની પરવાનગી આપવામાં આવી ન હતી સાથે ગાયનેક ડોક્ટરને હોસ્પિટલ તંત્ર દ્વારા ફોન કર્યા બાદ પણ તેઓ મોડા આવ્યા હતા તે અગાઉ જ મારા બહેનની પ્રસુતિ થઈ ગઈ હતી. જે આસિસ્ટન્ટ નર્સ દ્વારા કરવામાં આવી હતી. બાળક મૃત થયું હોવાની જાણ અમને કરાતા અમને હોસ્પિટલ તંત્રની કામગીરી ઉપર શંકા છે અને તેમની બેદરકારીને કારણે નવજાતનું મોત થયું હોવાના મારા આક્ષેપો છે. પોલીસ આ મામલે ચોક્કસ કાર્યવાહી કરશે તેવો અમને ભરોસો છે.

ડોક્ટરનું વર્તન યોગ્ય હતું નહીં: ટ્રસ્ટી
હોસ્પિટલના ટ્રસ્ટી અબ્દુલ્લા વૈદ્યે જણાવ્યું કે, પરિવાર દ્વારા જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે તેમાં અમે એવું કહેવા માંગીએ છીએ કે, એફએસએલનો રિપોર્ટ જે આવશે તેના આધારે કોઈ પણ નિર્ણય કરીશું. જે રિપોર્ટ આવે તે સૌને માન્ય રહેવો જોઈએ અને બીજી તરફ ડોક્ટર દ્વારા જે પરિવાર સાથે વર્તન કરવામાં આવ્યું હતું તેની પણ અમે નોંધ લીધી છે તે યોગ્ય ન હતું. ભવિષ્યમાં અમે ડોક્ટર સામે યોગ્ય પગલા ચોક્કસ લઈશું તેવી અમે ખાતરી આપીએ છીએ.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!