Gujarat: ધારીથી અમરેલીના માર્ગે 8 સિંહનું ટોળું જોવા મળ્યું
- ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના ધામા
- ધારીથી અમરેલીના માર્ગે 8 સિંહનું ટોળું જોવા મળ્યું
- મોરજર ગામથી ચલાલાના રસ્તે જોવા મળ્યા સિંહો
ધારીથી અમરેલીના માર્ગે 8 સિંહનું ટોળું જોવા મળ્યું છે. જેમાં સિંહના ટોળા ના હોય તે કહેવત આ વીડિયોમાં ખોટી સાબિત થઇ છે. તેમાં ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોના ધામા છે. જેમાં ધારીથી અમરેલીના માર્ગે 8 સિંહનું ટોળું જોવા મળ્યું છે. મોરજર ગામથી ચલાલાના રસ્તે સિંહો જોવા મળ્યા છે.
દહીંડા ગામના બસ સ્ટેન્ડ નજીક સિંહ પરિવારની લટાર જોવા મળી
દહીંડા ગામના બસ સ્ટેન્ડ નજીક સિંહ પરિવારની લટાર જોવા મળી છે. સિંહનું ટોળું સ્ટેટ હાઈવેના માર્ગ પરથી પસાર થયું હતુ. ત્યારે વાહનચાલકે સિંહના ટોળાને મોબાઈલમાં કેદ કર્યો છે. ધારી ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનું સામ્રાજ્ય છે. તેમાં ધારીથી અમરેલી માર્ગ પર 8 સિંહનું ટોળું જોવા મળ્યુ છે. મોરજર ગામથી ચલાલા જવના માર્ગ પર 8 સિંહો નીકળ્યા હતા. દહીંડા ગામના બસ સ્ટેન્ડ નજીક સિંહબાળો સાથે સિંહ પરિવારની લટાર જોવા મળી છે. સિંહનું ટોળું સ્ટેટ હાઈવેના માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા હતા.
સિંહની ગર્જના સૌથી મોટી હોય છે જે 5 મિલ સુધી સાંભળી શકાય છે
વાહનચાલકે સિંહના ટોળાને મોબાઈલમાં કેદ કર્યું છે. સિંહ બિલાડી પ્રજાતિનું એક માત્ર જંગલી પ્રાણી છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે. સિંહના પરિવારમાં કેટલાક પુખ્ત નર, કેટલાક માદા અને બચ્ચાનો સમાવેશ થયો હોય છે. આ પ્રજાતિ મોટા જંગલી જાનવરનો શિકાર કરવો વધુ પસંદ કરે છે જેમકે શિયાળ, હરણ, કાળીયાર, સાબર વગેરે. સિંહની ગર્જના સૌથી મોટી હોય છે જે 5 મિલ સુધી સાંભળી શકાય છે.