હોસ્પિટલ સંચાલકોમાં ફફડાટ: મેડિકલ વેસ્ટનો આડેધડ નિકાલ કરતી વેરાવળની અલીફ હોસ્પિટલને ક્લોઝર નોટિસ – Gir Somnath (Veraval) News
વેરાવળની અલીફ હોસ્પિટલ બાયોમેડીકલ વેસ્ટ જાહેરમાં નાખતાં હોવાથી કલોઝર નોટીસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેકટર જાડેજાની સુચનાથી થયેલ તપાસમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ -2016નું પાલન કરવામાં અલીફ હોસ્પિટલ બેદરકારી દાખવતી હોવાનુ
.
વેરાવળની અનેક હોસ્પીટલો દ્વારા ગ્લોસ, ડ્રેસિંગ, ઇન્જેક્શન, નીડલ વગેરે જેવા બાયોમેડિકલ વેસ્ટ પાલીકાના ડમ્પીંગ યાર્ડ ખાતે ખુલ્લામાં નાખવામાં આવી રહ્યો હોવાથી લોકોના સ્વાસ્થ્યને ધ્યાને લઈ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા શહેર તથા આસપાસની હોસ્પિટલોમાં બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ -2016ના માપદંડો મુજબ બાયોમેડિકલ વેસ્ટની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે કે કેમ ? આ ઉપરાંત તમામ નિયમોનું પાલન થાય છે કે કેમ ? તે અંગે જીપીસીબી, આરોગ્ય અને રેવન્યુ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. આ સાથે તમામ હોસ્પીટલના સંચાલકોને બાયોમેડિકલ વેસ્ટ બાબતે નિયમોનું પાલન કરવા સૂચના આપવામાં આવી હતી.
દરમ્યાન તપાસમાં વેરાવળમાં અલીફ હોસ્પિટલના સંચાલકો દ્વારા ગેરકાયદેસર બાયોમેડિકલ વેસ્ટ ખુલ્લામાં નાખતા હોવાનું અને બાયોમેડિકલ વેસ્ટના નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા હતા. આ અંગે પ્રાંત અધિકારીએ તપાસ કરી અહેવાલ કરતા જિલ્લા કલેક્ટર દ્વારા કડક કાર્યવાહી કરવા આદેશ આપેલ હતા. જેને લઇને જીપીસીબીએ અલીફ હોસ્પિટલને કલોઝર નોટિસ ફરકારી છે. ત્યારે હવે જિલ્લામાં કોઈપણ હોસ્પિટલ બાયોમેડીકલ વેસ્ટના નિયમોનું પાલન નહીં કરે તો તેઓની સામે એન્વાયરમેન્ટ પ્રોટેક્ટશન એક્ટ -1986ની કલમ-15 હેઠળ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેવું કલેક્ટર જાડેજાએ જણાવ્યું છે.
આરોગ્ય સેવાને ધ્યાને લઈ જીપીસીબી દ્વારા અલીફ હોસ્પિટલને ફટકારવામાં આવેલ ક્લોઝર નોટિસમાં 30 દિવસની અંદર હોસ્પિટલ દ્વારા બાયોમેડિકલ વેસ્ટના નિયમ અનુસારના નિકાલ માટેનો પ્રોજેક્ટ તૈયાર કરી અને ક્લોઝર નોટિસને પરત ખેંચવા માટે અરજી કરવાની રહેશે અને હોસ્પિટલ દ્વારા લેવાયેલા પગલાં સંતોષકારક જણાય તો હોસ્પિટલને આપવામાં આવેલી ક્લોઝર નોટિસ પરત ખેંચવામાં આવશે અન્યથા ત્રીસ દિવસ બાદ હોસ્પિટલના વીજ જોડાણ સહિતની સેવાઓને કાપી નાખવા માટેની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.