Amreli: સાધુને રૂપિયા ડબલ કરવાની લાલચ ભારે પડી, 28 લાખ ગુમાવ્યા
- સ્વામીએ વિચાર્યા વગર રૂપિયા ડબલ કરવાની લાલચે લાખો રૂપિયા ગુમાવ્યા
- સ્વામીએ રકમ પરત માંગતા કહ્યું તમારા રૂપિયા ડૂબી ગયા છે
- સ્વામીએ વડીયા પોલીસ મથકમાં ઋષિભાઈ પ્રવીણભાઈ પંડયા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
અમરેલીના વડીયા તાલુકાના અમરાપુર ગામમાં સ્વામી નારાયણ ભગવાનનું ભવ્ય મંદિર આવેલુ છે અને આ મંદિરના સ્વામી અક્ષર વલ્લભદાસ સ્વામી જેઓને ત્યાં જૂનાગઢ જિલ્લાના ઢેબર ગામનો વ્યક્તિ આવતો અને કહેતો કે બાજુની સ્કૂલમાં મારી દીકરી અભ્યાસ કરે છે એમ કહીને આવતા અને છેલ્લા છ મહિનાથી આવતા અને એમનું નામ ઋષિભાઈ પ્રવીણભાઈ પંડયા જેમને તેનો પરિચય આપ્યો કે આઈસીઆઈસી બેંકમાં ટ્રેડિંગનું કામ કરૂં છું.
સ્વામીએ રકમ પરત માંગતા કહ્યું તમારા રૂપિયા ડૂબી ગયા છે
તમે આ બેંકમાં રોકાણ કરો તમારે ટૂંકા સમયમાં રૂપિયા ડબલ થઈ જશે. સ્વામી લાલચમાં આવી ગયા અને ધીમે ધીમે રોકડા અને થોડી રકમ ચેકથી તો કોઈ ઓનલાઈન એમ કરીને 28.5 લાખ રૂપિયા આપી દીધા અને પછી સ્વામીએ રકમ માંગતા, તેને કહ્યું કે થોડા સમયમાં મળી જશે અને બાદમાં સ્વામીને કહ્યું કે તમારા રૂપિયા ડૂબી ગયા છે અને સ્વામીના ફોન રિસીવ કરવાનું બંધ કરી દેતા સ્વામીને લાગ્યું કે આ વ્યક્તિ ફ્રોડ છે અને મારી સાથે છેતરપિંડી થઈ છે, ત્યારે સ્વામીએ વડીયા પોલીસ મથકમાં ઋષિભાઈ પ્રવીણભાઈ પંડયા નામના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
સાધુ રૂપિયા ડબલ કરવાની લાલચમાં આ ગઠિયાનો શિકાર બન્યા
ઉલ્લેખનીય છે કે સાધુ પણ રૂપિયા ડબલ કરવાની લાલચમાં આ ગઠિયાનો શિકાર બન્યા છે. ત્યારે મહત્વની વાત તો એ છે કે સાધુઓએ તો ભગવાનની સેવા અને ભજન કરવાનું હોય, ત્યારે સાધુઓને પણ રૂપિયા ડબલ કરવાની જરૂર પડી એ મોટી વાત કહેવાય અને આ વાત વડીયાના અમરાપુર ગામના સ્વામી (સાધુ)એ લાલચમાં આવીને સાબિત કરી છે, આ સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે આ અમરાપુર ગામના સ્વામીએ વિચાર્યા વગર રૂપિયા ડબલ કરવાની લાલચે લાખો રૂપિયા ગુમાવ્યા છે અને છેતરપિંડી કરનાર વ્યક્તિ સામે હાલમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.