Amreli: ધારીમાં રખડતો આતંક, આખલાએ વાહનચાલકને લીધો અડફેટે
- ધારીના પ્રવેશ ગેટ પાસે બાઈકચાલકને લીધો અડફેટે
- આખલાની અડફેટે ડોક્ટર તુષાર પટેલ ગંભીર ઈજાગ્રસ્ત
- આખલાના આતંકના કારણે સ્થાનિકોમાં રોષ
અમરેલી જિલ્લામાં આખલાઓનો બેફામ બન્યા છે અને સમગ્ર જિલ્લામાં આતંક ફેલાવ્યો છે. અમરેલીના ધારીમાં પ્રવેશ ગેટ પાસે આખલાઓએ આતંક મચાવ્યો અને પસાર થઈ રહેલા બાઈક ચાલકને આખલાએ ઉલાળ્યો હતો.
આખલા મુખ્ય માર્ગમાં હટાવવા માટે કોઈ કાર્યવાહી નહીં
આખલાનો આતંક સીસીટીવીમાં કેદ થયો છે અને આખલાના આતંકમાં સ્થાનિક હોસ્પિટલમાં કામ કરતા ડોક્ટર તુષાર પટેલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે અને હાલમાં તેમને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. ત્યારે આખલાના આતંકના કારણે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે કેટલીક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી નથી અને તંત્રના પાપે જનતા ત્રસ્ત થઈ રહી છે.
ભાવનગરમાં આખલાઓ બાખડતા ગેસ લાઈન તોડી નાખી
થોડા દિવસ પહેલા ભાવનગર શહેરમાં આખલાઓનો આતંક સામે આવ્યો હતો. શહેરના કાળિયાબીડ વિસ્તારમાં આખલાઓ ઝઘડ્યા હતા અને તેના કારણે ગેસની પાઈપ લાઈન તોડી નાખી હતી, જેના કારણે સ્થાનિકોને વધારે પરેશાન થવાનો વારો આવ્યો હતો. કાળિયાબીડ વિસ્તારમાં આવેલી અક્ષરધામ-1 સોસાયટીમાં આખલાઓ અચાનક ઝઘડતા ગેસની પાઈન લાઈનનો એસ.આર પોઈન્ટ તોડી નાખ્યો હતો અને ત્યારબાદ તે વિસ્તારમાં ગેસ લીકેજ થયો હતો, જેના કારણે આસપાસમાં થોડી નાસભાગ મચી હતી અને સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.
જૂનાગઢમાં આખલા યુદ્ધના દ્રશ્યો, રસ્તા ઉપર ચાલવું પણ મુશ્કેલ
જૂનાગઢના દીવાન ચોક વિસ્તારમાં થોડા દિવસ અગાઉ આખલા યુદ્ધના દ્રશ્યો સામે આવ્યા હતા. જેના કારણે સ્થાનિક લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, આખલા યુદ્ધથી સ્થાનિક લોકોને રસ્તા ઉપર ચાલવુ પણ મુશ્કેલ બની ગયું હતુ અને આ આખલાઓએ રસ્તા પરથી પસાર થતાં કેટલાક લોકોને પણ પોતાની બાનમાં લઈ લીધા હતા, જેના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને તેઓ રસ્તાઓ પર નીકળવાનું ટાળી રહ્યા છે. તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી.