GUJARAT

ડમ્પરચાલકે અડફેટે લેતા દંપતીના મોત: વાપી શહેરમાં મંદિરે ફૂલ વેચી બાઈક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત નડ્યો, બલીઠા હાઈવે પરનો બનાવ – Valsad News


વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડામાં રહેતા ખેડૂત દંપતી વાપી શહેરમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિર બહાર ફૂલ વેચવા આવ્યા હતા. ફૂલ વેચી બાઇક ઉપર દંપતી પરત ફરી રહ્યું હતું. જે દરમ્યાન બલીઠા હાઇવે ઉપર પસાર થતા ડમ્પર ચાલકે દંપતીની બાઇકને અડફેટે લઈને અકસ્

.

વલસાડ જિલ્લાના પારડીના ટુકવાડા ગામમાં રહેતા ભગુભાઈ દેવલાભાઈ નાયકા તેમના પરિવાર સાથે રહે છે. આજે ભગુભાઈ નાયકા તેમની પત્ની શકુંતલાબેન સાથે વાપી શહેરના સિદ્ધનાથ મહાદેવ મંદિર બહાર બેસી ફૂલ વેચવા આવ્યા હતા. વાપી સિદ્ધનાથ મહાદેવ મંદિરે ફૂલ વેચી તેમની બાઇક ન. GJ-15-AS-3448 લઈને પારડી ઘરે પરત ફરી રહ્યા હતા. જે દરમ્યાન બલીઠા હાઇવે ઉપર પસાર થતી વખતે બલીઠા હાઇવે ઉપર ભરાયેલા પાણીને લઈને સાવચેતી પૂર્વક પોતાની બાઇક હંકારી રહ્યા હતા. જે દરમ્યાન પાછળથી આવતા ડમ્પર ચાલકે બેફિકરાઈ પૂર્વક ડમ્પર ચલાવી ભગુભાઈ નાયકાની બાઇકને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં ડમ્પરની અડફેટે આવી જતા દંપતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માત કરી ડમ્પર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. અકસ્માત થયો હોવાની જાણ સ્થાનિક લોકો અને રાહદારીઓને થતા તાત્કાલિક સ્થાનિક લોકો ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. ઘટના અંગે વાપી ટાઉન પોલીસ અને NH48ની ટીમને ઘટનાની જાણ કરવામાં આવી હતો. વાપી ટાઉન પોલોસની ટીમે દંપતીની લાશનો કબ્જો મેળવી લાશનું PM કરાવવાની તજવીજ હાથ ધરી હતી. ઘટના અંગે વાપી ટાઉન પોલોસ મથકે સંજય દેવલાભાઈ નાયકાએ ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વાપી ટાઉન પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!