GUJARAT

પાલિકાનાં ચોપડે કોલેરાનો એકપણ કેસ નહિ!: વિપક્ષ નેતાએ કેસના પૂરાવા આપ્યા, સ્થાયી સમિતિ અધ્યક્ષે તાત્કાલિક બેઠક બોલાવી ચેકિંગના આદેશ આપ્યા – Vadodara News

વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ રોગચાળાએ ફફડાટ ફેલાવતા સ્થાયી સમિતિ અધ્યક્ષે તમામ અધિકારીઓ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ સાથે પૂર નિયંત્રણ અંગે પણ જરૂરી પગલાં લેવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

.

શહેરમાં પાણીજન્ય રોગચાળો વધવા પર
વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુ શરૂ થવાની સાથે જ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વ્યાપક રીતે વધવા લાગ્યો છે. તાજેતરમાં પાલિકાના કોંગ્રેસ પક્ષના નેતા અમીબેન રાવતે આક્ષેપ કર્યો હતો કે, વડોદરામાં કોલેરાના કેસો પણ જોવા મળી રહ્યા છે. પરંતુ આ બાબતે પાલિકાનું તંત્ર ઇન્કાર કરી રહ્યું છે અને પાલિકાના ચોપડે એકપણ કેસ નોંધાયો નથી. તો બીજી તરફ સમગ્ર શહેરમાં રોગચાળાનો ભરડો વધે તે અગાઉ તેને નિયંત્રણ કરવા આવશ્યક પગલાં લેવા હેતુસર તથા પૂર નિયંત્રણ કામગીરી અંતર્ગત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડો. શીતલ મિસ્ત્રીએ આજે ખંડેરાવ માર્કેટ ખાતે બેઠક બોલાવી હતી.

બેઠકમાં રોગચાળા સંબંધિત વિવિધ સ્તરે ચર્ચા
આ બેઠકમાં ડેપ્યુટી કમિશનર, સિટી એન્જિનિયર, તમામ એએમસી, તમામ વોર્ડ ઓફિસર, આરોગ્ય વિભાગના તમામ ડેપ્યુટી હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોગચાળા સંબંધિત તેઓએ વિવિધ સ્તરે ચર્ચા કરવા ઉપરાંત હાલ રોગચાળા અંગે ઉદભવેલી પરિસ્થિતિનો ત્યાગ મેળવ્યો હતો. આ ઉપરાંત જો શહેરમાં પુર જેવી પરિસ્થિતિ ઉદ્દભવે છે તો તે માટે તંત્ર કેટલું એલર્ટ છે? અને તાત્કાલિક ધોરણે કેવા પગલાં લઈ શકાય તેમ છે? તેની પણ ચર્ચા કરવામાં આવી હતી.

કોલેરાના કેસ બાબતે મારી પાસે વિગતો નથીઃ ડૉ. શીતલ
આ અંગે સ્થાયી સમિતિના ચેરમેને ડૉ. શીતલ મિસ્ત્રીએ જાણવું હતું કે, હાલમાં કોલેરાના કેસ બાબતે મારી પાસે તેની વિગતો નથી. કલચરના રિપોર્ટ બાદ ખ્યાલ આવી શકે છે. આ સ્થિતિમાં અલગ-અલગ મેથડથી શંકાસ્પદ કેસ કહી શકાય છે અને બાદમાં કલ્ચર થયા બાદ આપણે ફાઇનલ કેસ કહી શકાય છે. આ બધા પ્રાઈમરી રિપોર્ટ છે, આરોગ્યા અમલદારને આજે સૂચનાઓ આપવામાં આવી છે કે, રેપિડ ડાયગ્નોસ્ટિક કીટ વસાવવાનું પણ કહેવામાં આવ્યું છે. શંકાસ્પદ હોય કે કોલેરા હોય ટ્રીટમેન્ટ અવશ્ય કરવી જ પડતી હોય છે અને રિપોર્ટ બાદજ ચોક્કસ કોલેરા કહી શકાય. અત્યારે શંકાસ્પદ કોલેરા અંગેના કેસના કલ્ચર કરાવવા માટે જણાવવામાં આવ્યું છે.

લોકોને હાઇજીનનું પાલન કરવા અપીલ
વધુમાં કહ્યું કે, તમામ જ્ગ્યાએ વધુમાં વધુ સેમ્પલિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. લોકો ખાસ કરીને હાઇજીનનું પાલન કરે અને સાબુથી હાથ ધોવા, જે જગ્યાએ જણાય તે લારીઓની આસપાસ વ્યવસ્થા નથી, તેઓનો ઉપર સ્ટીક કાર્યવાહી કરવાની સૂચનાઓ આપવામાં આવી છે. જરૂરી પડે તો બંધ પણ કરાવવાની સૂચનાઓ આપવામાં આવી છે. પાણી પૂરવઠા વિભાગની સાથે લોકોએ પણ પોતે જાગૃત થઈ યોગ્ય કાળજી લેવાની જરૂર છે. જ્યાં યોગ્ય કાયદાનું પાલન નહીં થતું હોય તો તેને બંધ કરાવવા સુધીની સૂચનાઓ આપવામાં આવી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!