GUJARAT

વડોદરા સમાચાર: વરસાદની શરૂઆત થતાં જ મગર નીકળવાના શરૂ, વાઈલ્ડ લાઈફ રેસક્યું ટીમે બે મગરનું રેસ્ક્યુ કર્યું – Vadodara News


વરસાદની શરૂઆત થતા જ મગર નગરી વડોદરામાં મગર નીકળવાના બનાવો સામે આવી રહ્યાં છે. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ દ્વારા વડોદરા શહેર અને જિલ્લામાંથી બે દિવસમાં બે મગર પકડી વન વિભાગને સોંપ્યા છે. શહેરનાં લક્ષ્મીપુરા ગામ પાદરા રોડ પાસેથી અંદાજે ત્રણ ફૂટનો મગર

.

સાડા ત્રણ ફૂટનો મગર કમ્પાઉન્ડની અંદર
આ અંગે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, રાત્રીમાં 1 વાગ્યાની આસપાસ ગુજરાત ટેકટર કંપનીમાંથી ફોન આવ્યો હતો કે કંપનીની અંદર એક મગર આવી ગયો છે. આ ફોન આવતાની સાથે જ અમારા સંસ્થાના કાર્યકરો કિરણ સપકાળ અને વડોદરા વન વિભાગ અધિકારી નીતિન પટેલને લઈને સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં જોતા એક સાડા ત્રણ ફૂટનો મગર કમ્પાઉન્ડની અંદર હતો. તેને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો. બીજો કોલ લક્ષ્મીપુરાથી મળ્યો હતો જે ઘોડાના તબેલામાં એક ત્રણ ફૂટનો મગર આવી ગયો હતો. જેનું પણ યોગ્ય રીતે રેસ્ક્યુ કરી વડોદરા વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.

આગમાં ઘરનો સામાન બળીને ખાખ
વડોદરા શહેરના પ્રતાપનગર પૂજન કોમ્પ્લેક્ષના ત્રીજા માળે અચાનક ઘરમાં આગનો બનાવ સામે આવ્યો હતો. આ બનાવને લઈ ફાયર વિભાગને કોલ આપવાની સાથે જ દાંડિયાબજાર, ગાજરાવાડી અને જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. મકાનમાં રહેલો ઘરવખરીનો સામાન બળીને ખાસ થઈ ગયો હતો. આ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું હાલમાં પ્રાથમિક તારણ છે.

માનવ સાંકળ બનાવીને વિરોધ પ્રદર્શન
વડોદરા શહેરની એમ એસ યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં વિરોધ પ્રદર્શનને લઈને 200 વિદ્યાર્થીઓના ટોળા થયેલી ફરિયાદ અને એડમિશન વિવાદને લઈને વડોદરા સિટીઝન્સ ફોરમ આજે માનવ સાંકળ બનાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ભારે સૂત્રો ચાલુ કરીને બસો વિદ્યાર્થીઓ સામે કરવામાં આવેલી ફરિયાદ પાછી ખેંચવાની માંગ કરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!