GUJARAT

આંગણવાડી કેન્દ્રોનું સરપ્રાઈઝ ચેકિંગ: રાણપુર TDO અને જિલ્લા પંચાયતના સદસ્યએ મુલાકાત લેતાં કેટલીક આંગણવાડીમાં બાળકો-સ્ટાફની ગેરહાજરી સામે આવી – Botad News


રાણપુર શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતાં આંગણવાડી કેન્દ્રો પર રાણપુર તાલુકા વિકાસ અધિકારી તેમજ રાણપુર જિલ્લા પંચાયતના સદસ્યએ ઓછીતી મુલાકાત લઈને સરપ્રાઈઝ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ઓછીતી મુલાકાત દરમ્યાન કેટલીક આંગણવાડીમા બાળકો વગરની આંગણવાડી તો કેટલ

.

ગત 18 જુલાઈ 24ના રોજ બોટાદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. ત્યારે સામાન્ય સભામાં જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા રાણપુરની કેટલીક આંગણવાડીમા બાળકોની સંખ્યાને લઈને તેમજ સ્ટાફ ગેરહાજર રહેતા હોવાનો પ્રશ્ન કરવામાં આવેલ, જે અનુસંધાને બોટાદ જિલ્લા વિકાસ અધિકારીએ રાણપુર તાલુકા વિકાસ અધિકારીને આંગણવાડી ચેક કરવા સુચનાઓ આપી હતી. તેઅનુસંધાને આજે રાણપુર તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના સદસ્ય દ્વારા રાણપુર ની કેટલીક આંગણવાડીમાં સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું.

રાણપુરના ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી દવે સાથે આંગણવાડી સરપ્રાઈઝ ચેકીંગ બાબતે ટેલિફોનિક વાતચીત કરતાં તેઓએ જણાવ્યું હતું કે, શહેરની મેઘાણી નગર, ઈંગ્લીશ સ્કૂલની પાછળ, મીનાર સામે ખાંડુ વિસ્તારમાં આવેલી આંગણવાડી કેન્દ્રો પર તપાસ કરેલ જ્યા કોઈ આંગણવાડીમાં બાળકોની ગેરહાજરી તો કેટલીક આંગણવાડીમા સ્ટાફની ગેરહાજરી હોવાનું સામે આવ્યું છે. જે અંગેઆ બાબતે અમે નોટિસો આપવાના છીએ તેમ તાલુકા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું. તો રાણપુર ની આંગણવાડી કેન્દ્રો પર સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હોવાનું જિલ્લા પંચાયતના સદસ્ય કેશુભાઈ પંચાળાએ જણાવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!