GUJARAT

બે મહિનામાં રાજીનામું: સુરત નવી સિવિલ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો.પ્રીતિ કાપડિયાએ રાજીનામું આપ્યું, ડો. ધારિત્રીને ચાર્જ સોંપાયો – Surat News

સુરત નવી સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપરિટેન્ડન્ટ તરીકેનો ચાર્જ સંભાળ્યાના બે મહિનામાં ડો. પ્રીતિ કાપડિયાએ રાજીનામું આપી દીધું છે. ચાર્જમાંથી મુક્ત કરવા રાજ્યના આરોગ્ય વિભાગને પત્ર લખી જાણ કરી છે. જો કે, હજુ સુધી રાજીનામું સ્વીકારવામાં આવ્યું ન હોવાનુ

.

બે મહિનામાં ડો.પ્રીતિએ રાજીનામું આપી દીધું
રાજ્યમાં બીજા નંબરનું સ્થાન ધરાવતી મજુરાગેટ સ્થિત નવી સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકર વય મર્યાદાના કારણે ગત 30મી એપ્રિલના રોજ નિવૃત્ત થતા તેમના સ્થાને રાજ્ય સરકાર દ્વારા ઇન્ચાર્જ સુપરિટેન્ડન્ટ તરીકેનો ચાર્જ વિભાગના વડા ડો. પ્રીતિ કાપડિયાને બીજી મેના રોજ સોંપવામાં આવ્યો હતો. ત્યારે સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ તરીકેનો ચાર્જ સંભાળ્યાના બે મહિનામાં ઇન્ચાર્જ સુપરિટેન્ડન્ટ ડો.પ્રીતિ કાપડિયાએ રાજીનામું આપી દીધું છે.

8 જુલાઈના રોજ રાજ્યના આરોગ્ય વિભાગને પત્ર લખ્યો હતો
મળતી માહિતી પ્રમાણે, ગત 8 જુલાઈના રોજ રાજ્યના આરોગ્ય વિભાગને પત્ર લખીને મને મારા ડિપાર્ટમેન્ટમાં જ રસ હોવાનું અને સુપરિટેન્ડન્ટની જવાબદારીમાંથી મુક્ત કરવા જણાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ડો.પ્રીતિબેન કાપડિયા હાલ રજા ઉપર હોવા ઉપરાંત એડિશનલ સુપરિટેન્ડન્ટ ડો. ધારિત્રીને ચાર્જ સોંપવામાં આવ્યો છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!