GUJARAT

પતિના મર્ડરમાં પત્નીનો રોલ?: અનૈતિક સંબંધમાં યુવકે પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતાર્યો, પ્રેગ્નન્ટ મહિલાએ પતિ તો ગુમાવ્યો ને પ્રેમી પણ જેલમાં ગયો – Surat News


સુરતના ભેસ્તાન વિસ્તારમાં અઠવાડિયામાં બે હત્યાના બનાવો સામે આવ્યા હતા. બંને મર્ડરની મિસ્ટ્રી ઉકેલવામાં પોલીસે ભારે જહેમતે ઉઠાવવી પડી હતી. 8 જુલાઈના રોજ 33 વર્ષીય યુવકની ભાણોદ્રા ગામ ખાતેથી હત્યા કરાયેલી લાશ મળી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં બે આરોપીઓન

.

મૃતક કાપડની દુકાનમાં ફોલ્ડિંગનું કામ કરતો હતો
મૂળ મહારાષ્ટ્રનો અને સુરતના નવાગામ ડિંડોલી ખાતે આવેલા નવરત્નનગરમાં 33 વર્ષીય રાહુલ દિલીપ પાટીલ રહેતો હતો. તેના લગ્ન આઠ વર્ષ પહેલા શીતલ નામની યુવતી સાથે થયા હતા. તેના લગ્ન જીવનમાં એક દીકરો પણ હતો. જેનું ત્રણ વર્ષ પહેલાં અવસાન થયું હતું. રાહુલ રિંગ રોડની રઘુવીર ટેકસ્ટાઇલ માર્કેટમાં કાપડની દુકાનમાં ફોલ્ડિંગનું કામ કરીને પોતાનું અને પત્નીનું ગુજરાન ચલાવતો હતો. 3 મહિના પહેલા રાહુલને પત્ની શીતલ ગર્ભવતી હોવાની જાણ થઈ હતી. જેથી તે ખૂબ જ ખુશ થઈ ગયો હતો.

મૃતક રાહુલ પાટીલ

મૃતક ચાર ભાઇ-બહેનમાં સૌથી નાનો હતો
આ આખી ઘટના અંગે મૃતક રાહુલના ભાઈ ગણેશ પાટીલે જણાવ્યું હતું કે, હું ડિંડોલી વિસ્તારમાં મારા પરિવાર સાથે રહું છું અને રત્નકલાકાર તરીકે કામ કરું છું. મારા પરિવારમાં મારા માતા અને પિતાજી દિલીપ વામન પાટીલ જે વતન ગામ ખાતે રહે છે અને ખેતીકામ કરે છે. અમે ચાર ભાઇ-બહેન છીએ જેમાં સૌથી મોટો હું છું. જ્યારે બે બહેનોના લગ્ન થઈ ગયા છે. સૌથી નાનો રાહુલ છે.

બન્નેનો પ્રેમસંબંધ બાબતે ઝઘડો થયો હતો
રાહુલ તેની પત્ની અને તેના પ્રેમી અંગે મને પણ પંદર દિવસ પહેલાં જાણ થઈ હતી. આજથી પંદરેક દિવસ અગાઉ પણ મારા ભાઈને અને તેની પત્નીને ઝઘડો થયો હતો. જેથી મારા ભાઈએ ફોન કરીને મને બોલાવ્યો હતો. ત્યાર બાદ હું તેના ઘરે ગયો તો તે વખતે પણ આ પ્રશાંત તેના ઘરે હાજર હતો અને તે દિવસે પણ મારા ભાઈને એ બન્નેના પ્રેમ સંબંધ બાબતે જ ઝઘડો થયો હતો અને મારો ભાઈને અને પ્રશાંતને પણ અવાર નવાર આ બાબતે ઝઘડા થયા કરતા હતા.

મૃતક રાહુલના ભાઈ ગણેશ પાટીલ

મૃતક રાહુલના ભાઈ ગણેશ પાટીલ

મારા પતિનું એક્સિડન્ટ થયું હોવાનું જણાવ્યું હતું
8 જુલાઈના રોજ રાત્રિના હું જમી પરવારી મારા ઘરે હાજર હતો. તેવામાં આશરે સાડા નવેક વાગ્યાના અરસામાં મારા મોબાઇલ ઉપર મારા ભાઇ રાહુલની પત્ની શીતલનો ફોન આવ્યો હતો. તેણે મને જણાવ્યું કે, મને ભેસ્તાન પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે અને કહ્યું કે, મારા પતિ રાહુલનું એક્સિડન્ટ થયું છે. જેથી તમે પોલીસ સ્ટેશન આવો તેવું જણાવ્યું છે. જેથી પોલીસ સ્ટેશન જવાનું છે. તો તમે પણ મારા ઘરે આવો અને આપણે સાથે ભેસ્તાન પોલીસ સ્ટેશન જઈએ.

રોડ ઉપર મારા ભાઇ રાહુલની લાશ પડી હતી
નવાગામ ગંગાનગરમાં રહેતા મારી માસીના દીકરા જ્ઞાનેશ્વર રામભાઈ મહાલે અને મારા મામાના દીકરા દેવીદાસ શાંતારામ પાટીલને ફોન કરી બોલાવી લીધા હતા. ત્યાર બાદ તે બન્ને આવી જતા શીતલ સહિત ચારેય ભેસ્તાન પોલીસ સ્ટેશન ગયા હતા. ત્યાંથી ભેસ્તાન પોલીસના માણસો ભાણોદર ગામની સીમમાં આવેલ શ્રીસાંઇનાથ ઓટો ગેસ સીસ્ટમ સી.એન.જી. બોટલ ટેસ્ટીંગ કંપની તરફ થઇ ઇકલેરા ગામ તરફ સીંગલ રોડ ઉપર લઇ ગયા હતા. ત્યાં જઈ આ સી.એન.જી. બોટલ ટેસ્ટીંગ કંપનીથી આશરે 70 મીટર દુર રોડ ઉપર મારા ભાઇ રાહુલની લાશ પડી હતી.

એન. પી. ગોહિલ, એસીપી, સુરત પોલીસ

એન. પી. ગોહિલ, એસીપી, સુરત પોલીસ

રાહુલને માથામાં માર મારવામાં આવ્યો હતો
રાહુલને માથામાં પાછળના ભાગે કોઈ હથિયાર વડે ઇજા કરી હોય તેવું જણાતું હતું. આ સાથે જ બન્ને કાનમાંથી લોહી નિકળ્યું હતું. જેથી શબવાહિની બોલાવી મૃતદેહને સુરત નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે લાવી પી.એમ. રૂમમાં મુકાવી હતી. ત્યાર બાદ ચેક કરતા રાહુલને માથામાં પાછળના ભાગે મારા મારવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. તે સિવાય શરીરે બીજી કોઈ જગ્યાએ કોઇ ઇજા ન હતી.

રાહુલે મારા ફોનથી પ્રશાંત શિંદેને ફોન કર્યો હતો
રાહુલની પત્ની શીતલે જણાવ્યું હતું કે, આજે સાંજના સાડા પાંચેક વાગ્યે રાહુલે મારા મોબાઇલ ફોનથી પ્રશાંત હિરામણ શિંદેને ફોન કર્યો હતો. ફોનમાં પ્રશાંતને કહ્યું હતું કે, મને ઘરે લેવા આવો તેમ કહી તેને બોલાવ્યા હતા. જેથી થોડીવારમાં આ પ્રશાંત અને તેની સાથે તેનો મિત્ર પ્રદિપ કૈલાશ પાટીલઓ તેમની બાઈક લઇને ઘરે આવી ગયા હતા. રાહુલને તેમની સાથે બાઈક લઈને ક્યાંક નિકળી ગયા હતા.

ભેસ્તાન પોલીસે પ્રશાંત અને પ્રદિપ પાટીલની ધરપકડ કરી

ભેસ્તાન પોલીસે પ્રશાંત અને પ્રદિપ પાટીલની ધરપકડ કરી

થોડીવારમાં ઘરે આવું છું તેમ કહી ફોન કટ કર્યો હતો
રાહુલની પત્નીએ આશરે સાડા છ વાગ્યે રાહુલને ફોન કર્યો હતો અને ઘરે આવવા જણાવ્યું હતું. તો રાહુલે શીતલને જણાવ્યું હતું કે, હું ભેસ્તાન બાજુ છું, થોડીવારમાં ઘરે આવું છું તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો. ત્યાર બાદ સાતેક વાગ્યે ફરીથી રાહુલના મોબાઇલ પર ફોન કરતા તેમણે ફોન ઉપાડ્યો ન હતો. ત્યાર બાદ શીતલે અવાર નવાર ફોન કર્યો હતો. જોકે, ફોન ઉપાડ્યો ન હતો. આ દરમિયાન ભેસ્તાન પોલીસ સાથે ગયાને મૃતદેહ મળ્યો હતો.

રાહુલની પત્ની સાથે તેના મિત્રના આડા સંબંધ હતા
પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, રાહુલની પત્ની શીતલ સાથે રાહુલના જ મિત્ર એવા પ્રશાંતના છેલ્લા 3 વર્ષથી આડા સંબંધ હતા. જેની જાણ રાહુલને અંદાજે 15 દિવસ પહેલાં જ થઈ હતી. 15 દિવસથી સતત ઝઘડાઓ થઈ રહ્યા હતા. જેમાં રાહુલના મોટા ભાઈને પણ જાણ થઈ હતી. દરમિયાન 8 જુલાઈના રોજ પ્રશાંત અને પ્રદિપ રાહુલને બાઈક પર લઈને ભાણોદરા સીમમાં ગયા હતા.

રાહુલને માથામાં લાકડાનો ફટકો મારીને પતાવી દીધો હતો
આરોપી પ્રદિપની પૂછપરછમાં જણાવ્યા પ્રમાણે, રાહુલને ભણોદરા સીમમાં લઈ ગયા બાદ શીતલ સાથેના આડા સંબંધને લઈને ઝઘડો થયો હતો. પ્રેમમાં આડખીલી રૂપ બનેલા રાહુલને પ્રશાંતે માથામાં લાકડાનો ફટકો મારીને પતાવી દીધો હતો. જેમાં પ્રશાંતને પ્રદિપે સાથ આપ્યો હતો. આ મામલે ભેસ્તાન પોલીસે પ્રશાંત અને પ્રદિપ પાટીલની ધરપકડ કરી હતી.

મૃતકની પત્નીની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, હાલ પોલીસ દ્વારા પ્રશાંત અને પ્રદિપની ઉંડાણપૂર્વક પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે જ રાહુલની પત્નીની શીતલની પણ તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો ભેસ્તાન પોલીસે પ્રશાંત અને પ્રદિપ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. જોકે, આ હત્યામાં મૃતક રાહુલની પત્ની શીતલનો કોઈ રોલ છે કે નહીં તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!