GUJARAT

છ વર્ષના દીકરાનું પિતાએ અપહરણ કરાવ્યું: પરિવાર પાસે રહેવા જવા પત્નીને રાજી કરાવવા પુત્રનું અપહરણ કરાવ્યું, પોલીસે ત્રણની ધરપકડ કરી – Surat News


સુરતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ડિંડોલી વિસ્તારમાંથી એક 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. બીજી તરફ બનાવની જાણ થતાં સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસની ટીમ આ મામલે તપાસમાં જોડાઈ હતી. પોલીસ દ્વારા તપાસ કરતા બાળકનું અપહરણ અન્ય કોઈએ નહીં પરં

.

છ વર્ષના દીકરાનું પિતાએ જ અપહરણ કરાવ્યું
મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી જિજ્ઞાનગર પાસે રહેતા તારાચંદભાઈ ઉતમભાઈ પાટીલના 6 વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો રમતો ગુમ થઇ ગયો હતો. બાળક ગુમ થઇ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી, પરંતુ બાળકનો કોઈ અતોપત્તો ન મળતા આખરે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બાળક ગુમ થઇ ગયા હોવાનો ગંભીર મામલો સામે આવતા ડિંડોલી પોલીસ અને સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમો બાળકની શોધખોળમાં લાગી ગઇ હતી. આ દરમિયાન પોલીસ તપાસમાં તેના જ પિતાની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. જેથી પોલીસે બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલની કડક પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો હતો. અને પોતાના જ બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચી પોતાના ઓળખીતા મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી આપ્યો હોવાની કબૂલાત કરી હતી.

9 લાખની પર્સનલ લોન લીધી હતી
પોલીસે તેની પ્રાથમિક પૂછપરછ કરતા જણાવ્યું હતું કે, પોતે પોતાના ધંધા માટે જુદી જુદી બેંકોમાંથી આશરે 9 લાખ જેટલી પર્સનલ લોન લીધી હતી અને કોરોના કાળ બાદ ધંધાની દશા ખૂબ કથળી ગઇ હતી, પોતે તેમજ પોતાની પત્ની પણ સતત બીમાર રહેતી હોઇ તેની સારવાર પાછળ પણ ખૂબ ખર્ચ થયો હતો જેથી પોતે પોતાના પિતા પાસે રહેવા જવાનું નક્કી કર્યું હતું. પરંતુ તેના નજીકમાં સાસુ-સસરા પણ રહેતાં હોવાથી તેની પત્ની રાજી થઇ ન હતી. જેથી પોતે માનસિક રીતે કંટાળી જતા પોતાની બહેન જ્યોતિ રવીન્દ્ર ઠાકરે તથા તેના મિત્ર કરણ મનોહર વાકોડે મારફતે પોતાના દીકરાના અપહરણની યોજના ઘડી પોતાના બાળકને તેના મિત્ર કરણને સોંપી મહારાષ્ટ્ર ખાતે તેની બહેનના ગામ મોકલી આપ્યો હતો. જેથી બાળકના અપહરણ અંગે તેની પત્ની ઉપર નિષ્કાળજીનું બહાનું રાખી ત્યાંથી પોતાના પિતા સાથે તેમના ઘરે રહેવા જવા માટે માર્ગ મોકળો થાય વગેરે હકીકત જણાવી હતી.

ચાલુ ટ્રેનમાંથી બાળક સાથે ઝડપી પાડ્યો હતો
આરોપીની કબૂલાત બાદ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી કરણ વાકોડેને નંદુરબાર ખાતેથી ચાલુ ટ્રેનમાંથી બાળક સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે આ બનાવમાં બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલ, તેની બહેન જ્યોતિ રવીન્દ્ર ઠાકરે અને બાળકના પિતાના મિત્ર કરણ મનોહર વાકોડેની ધરપકડ કરી છે. બાળકના પિતાનો મિત્ર કરણ રિક્ષાચાલક તરીકે કામ કરે છે.

સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરતા ખબર પડી
ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે, ગત તારીખ 6 જુલાઈ 2024ના રોજ ડિંડોલી જિજ્ઞાનગર પાસેથી તારાચંદ ઉત્તમભાઈ પાટીલના 6 વર્ષના બાળકનું અપહરણ થયું હતું. 6 તારીખે બાળક ગુમ થયા બાદ 7 તારીખે તેના પિતાએ પોલીસને જાણ કરી હતી. તમામ પોલીસ રથયાત્રાના બંદોબસ્તમાં હતી તેમ છતાં 7 તારીખથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમ રાત-દિવસ આમાં મહેનત કરતા હતા. આ તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ વગેરેનું એનાલિસિસ કરતા ખબર પડી કે બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના બાળકનું અપહરણ કર્યું હતું. તેની બહેન જ્યોતિ અને મિત્ર કરણ મારફતે દીકરાને મહારાષ્ટ્ર બુલઢાણા મોકલી આપ્યો હતો. 9 જુલાઈના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી બાળકને મુક્ત કરાવ્યો હતો. બાળકની સાથે અપહરણ કરનાર બંનેને પકડી પાડવામાં આવ્યા છે.

બહેન જ્યોતિ ઠાકરે અને મિત્ર કરણ વાંકોડેની ધરપકડ
વધુમાં જણાવ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ જોતા એવું લાગે છે કે, બાળકનાં માતા-પિતાને બનતું નહોતું તેમજ પત્ની પર પ્રેશરાઈઝ કરવા અને બાળકના પિતાને 9 લાખ જેટલું દેવું થઇ ગયું હતું તો એના સસરા પાસેથી ખંડણી માંગવાનો એંગલ પણ આમાં હોઇ શકે એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાય આવે છે. હાલમાં બાળકના પિતા તારાચંદ ઉત્તમભાઈ પાટીલ, તેની બહેન જ્યોતિ ઠાકરે અને મિત્ર કરણ વાંકોડેની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે.

પિતાએ ખોટા છોકરાને ઓળખી બતાવ્યો
વધુમાં જણાવ્યું હતું કે, બાળકના પિતાની આર્થિક સ્થિતિ સારી ન હતી, તેના પર 9 લાખ જેટલું દેવું હતું. તેમજ તેની પત્ની તેને નવું મકાન લેવા માટે વારંવાર કહેતી હતી. પરંતુ આ બધી વસ્તુ લેવા માટે તેના સસરા પાસે ખંડણી માંગવાના પ્લાન સાથે આ કદાચ કૃત્ય કર્યું હોય એવું પ્રાથમિક દૃષ્ટિએ જણાઇ આવે છે. 6 તારીખે બાળક ગુમ થયો હતો અને 7 તારીખે સવારે 10 વાગ્યે પોલીસ મથકે બાળક ગુમ થયાની જાણ કરવામાં આવે છે. સુરત ક્રાઈમ બ્રાંચ અને ડિંડોલી પોલીસની ટીમ તપાસમાં હતી ત્યારે તેના પિતાએ ફૂટેજમાં પણ એક ખોટા છોકરાને ઓળખી બતાવ્યો હતો. ટાઈમિંગ પણ ખોટો બતાવ્યો હતો. જે જગ્યાએ છોકરો ગયો ન હતો તે જગ્યા બતાવી હતી. દરમિયાન એ છોકરાને આઇડેન્ટિટિફાય કરતા જે છોકરો ગુમ થયો હતો તેની જગ્યાએ બીજો છોકરો મળી આવ્યો હતો. એટલે એના પિતા પર શંકા જતા તેના પિતાની પૂછપરછ કરી હતી જેમાં તેણે પોતાના છોકરાને બુલઢાણા મોકલ્યો હોવાનું કબૂલ્યું હતું અને લોકેશન મેળવતા હતા ત્યારે ટ્રેનમાં બુલઢાણાથી સુરત આવતા હતા એ દરમિયાન નંદુરબાર પાસે ચાલુ ટ્રેનમાંથી સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે તેઓને પકડી લીધાં હતાં. આમાં બાળકની ફોઈ પણ સામેલ હતી.Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!