GUJARAT

વેપારીની ફરિયાદમાં મોબાઈલની તપાસ: પાટણ SP રવિન્દ્ર પટેલ સામેના પુરાવા ચંદીગઢ અને પૂણે FSL વચ્ચે લટક્યાં, HCએ કહ્યું- અપહરણ કેસમાં તટસ્થ તપાસ કરો – Ahmedabad News


ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદના એક વેપારીએ પાટણ SP અને 4 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધની ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે સંદર્ભે હાઇકોર્ટે પોલીસ વિભાગ અને રાજ્ય સરકારને ફટકાર લગાવતાં રાજ્ય સરકારે આ ઘટનાની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે. વેપ

.

SP વારંવાર આવું કરે તો ગુનાહિત વૃત્તિવાળા કહેવાય- કોર્ટ
SP સમક્ષ અગાઉ નોંધાયેલા કેસોની વિગત માંગતા હાઇકોર્ટે કહ્યું હતું કે, જો SP વારંવાર આવું કરતા હોય તો તે ગુનાહિત વૃત્તિવાળા કહેવાય. શું તપાસમાં ઓથોરિટી આરોપીનો ભૂતકાળ નથી જોતી? કોર્ટ તમને તપાસ કરતા શીખવાડે? કોર્ટે SPને બચાવાઈ રહ્યા હોવાનું કહ્યું હતું. કોર્ટે જણાવ્યું હતું કે, હવે SP સામેના ટેક્નિકલ પુરાવાની તપાસ ગાંધીનગર નહીં પણ ચંદીગઢ કે હૈદરાબાદ ખાતે કરવામાં આવે. હજુ સુધી FIR નથી થઈ અને પુરાવા FSLની તપાસ માટે મોકલ્યા છે? કેટલા કેસમાં FIR પહેલા પુરાવા FSL તપાસ માટે મોકલાયા છે? IPSને બચાવવાની કોશિશ બદલ તપાસ અધિકારી એવા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના DCP સામે પણ પગલાં લેવાઇ શકે છે! આ કેસમાં પુરાવા ચંદીગઢ કે હૈદરાબાદ તપાસ માટે મોકલવા અને SP સામે કેટલી ફરિયાદો થઈ છે, તે અંગે અમદાવાદ પોલીસ કમિશનરે એફિડેવિટ ફાઈલ કરવા હુકમ કર્યો હતો.

હાઈકોર્ટ સમક્ષ એફિડેવિટમાં SP સામેના કેસની વિગત મુકાઈ
કમિશનરની એફિડેવિટ ફાઈલ થઈ ચૂકી છે, તેમાં SP સામેના કેસની વિગત હાઈકોર્ટ સમક્ષ મુકાઈ છે. પરંતુ કોર્ટના આદેશ મુજબ મોબાઇલ ફોન જેના કોલ ડિટેઈલની તપાસ અને મોબાઈલ ડેટાની તપાસ માટે ગુજરાત બહારની FSLમાં મોકલવાનો હતો. તેને તપાસ એજન્સીએ ચંદીગઢ FSLમાં મોકલ્યો હતો. ત્યાંથી જાણવા મળ્યું હતું કે, અમદાવાદ દેશના પશ્ચિમ વિસ્તારમાં આવતું હોવાથી તે ચંદીગઢ ટેરિટરીમાં આવે નહીં. આથી આ મોબાઇલને તપાસ કરવા પૂણે મોકલવામાં આવે. આથી હવે મોબાઈલની તપાસ કરવા પૂણે FSL મોકલવામાં આવશે. એક અઠવાડિયાની અંદર મોબાઈલ પૂણે મોકલવામાં આવશે અને એક મહિનાની અંદર તેનો રિપોર્ટ આવે તેવી શક્યતા છે. કોર્ટે કહ્યું હતું કે, કોર્ટ કોઈ તપાસનું નિરીક્ષણ કરવા માંગતી નથી, પરંતુ સ્વતંત્ર તપાસ થાય તેવું ઈચ્છે છે. અરજદારને કોઈ ફરિયાદ હોય તો તે કોર્ટ સમક્ષ આવી શકે છે. આ અંગે વધુ સુનાવણી 28 ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે.

ક્રાઈમ બ્રાન્ચે માત્ર 4 પોલીસકર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે અગાઉ વેપારીની ફરિયાદ નોંધતાં SP સિવાય તેનું અપહરણ કરનારા 4 પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. જેમાં IPCની કલમ 365, 506(2), 114 મુજબ ફરિયાદ નોધાઈ છે. જે અંગે કોર્ટને જાણ કરાઇ હતી. તો પોલીસ કમિશનરની એફિડેવિટ કોર્ટ અને ફરિયાદી પક્ષને આપવામાં આવી હતી. SP સામે DCP તપાસ કરતા હોવાથી પુરાવા મળતા SP સામે કાર્યવાહી હાથ ધરાઇ શકે છે.

SP સામે DCP તપાસ કરતા હોવાથી પુરાવા મળતા SP સામે કાર્યવાહી હાથ ધરાઇ શકે

SP સામે DCP તપાસ કરતા હોવાથી પુરાવા મળતા SP સામે કાર્યવાહી હાથ ધરાઇ શકે

HCએ કહ્યું- IPSને તપાસમાં કોમન મેન તરીકે ટ્રિટ કરો
અમદાવાદના વેપારીએ પાટણ SP અને IPS એવા રવિન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધવા હાઇકોર્ટમાં અગાઉ અરજી કરી હતી. જે મુદ્દે હાઇકોર્ટે IPS ઓફિસરને કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા આદેશ કર્યો હતો. અરજદાર જણાવ્યું હતું કે, IPS ઓફિસર તેને વ્હોટ્સએપ કોલ કરીને ધમકી આપતા હતા. તેમના કહેવાથી ચાર પોલીસ કર્મચારીઓ તેને ઉપાડી ગયા હતા.આ સંપૂર્ણ ઘટનાને લઈને હાઇકોર્ટે 19 જૂનની સુનાવણીમાં પોલીસની ઝાટકણી કાઢી હતી કે, પોલીસ ડિપાર્ટમેન્ટ તેના ખાતાના લોકોને વિશિષ્ટ ટ્રીટમેન્ટ આપે છે. અરજદારને ઉઠાવનાર ચાર માણસો પોલીસ વિભાગના હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધતી નથી. એક મહિનાથી અરજદારની ફરિયાદ નોંધવાની અરજી પેન્ડિંગ છે. હાઇકોર્ટે રેન્જ આઇ.જીને એફિડેવિટ ફાઇલ કરવા હુકમ કર્યો હતો.

કોર્ટ સમક્ષ પ્રોગ્રેસ રિપોર્ટ પણ મૂકાયો હતો

કોર્ટ સમક્ષ પ્રોગ્રેસ રિપોર્ટ પણ મૂકાયો હતો

હાઈકોર્ટે સરકારને પગલાં લેવા શાનમાં સમજાવ્યું
હાઇકોર્ટે સરકારને ડહાપણ વાપરી શાનમાં IPS સામે પગલાં લેવાનું કહેતા 19 જૂનની સુનાવણીમાં હાઇકોર્ટમાં સરકારે રજૂઆત કરી હતી છે. 13 જૂનના રોજ અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે આ ઘટના અંગે તપાસ ક્રાઈમ બ્રાન્ચને આપી છે અને તપાસ શરૂ થઈ ચૂકી છે. તપાસ ક્રાઇમ બ્રાન્ચના ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસ કરશે. 15 દિવસમાં તપાસ પૂર્ણ કરીને તે રિપોર્ટ આપશે. આ સાથે જ કોર્ટ સમક્ષ પ્રોગ્રેસ રિપોર્ટ પણ મૂકાયો હતો. જે રિપોર્ટથી કોર્ટ સંતુષ્ટ જણાતી હતી. કોર્ટે કહ્યું હતું કે, IPSને તપાસમાં કોમન મેન તરીકે ટ્રિટ કરવા જોઈએ અને જે પોલીસ ઓફિસર આ કેસને લઈને કોર્ટમાં હાજર છે, તેમને ફિલ્ડ ઉપર કામ કરવું જોઈએ.

પોલીસમાં હોવ અને ગુનો કરો તો FIR ના થાય?: હાઇકોર્ટ
અગાઉ આ કેસમાં હાથ ધરાયેલી સુનાવણીમાં હાઇકોર્ટે જણાવ્યું હતું કે, જેવી રીતે બેંક તેમના કર્મચારીઓને ઓછા વ્યાજે લોન આપતી હોય છે અને સેવિંગ ઉપર વધારે વ્યાજ આપતી હોય છે. તેવી રીતે તમે પોલીસમાં હોવ અને ગુનો કરો તો FIR ના થાય તપાસ ના થાય તેવી સુવિધા આપવામાં આવે છે! કોન્સ્ટેબલથી લઈને SP સુધી એવું સમજે છે કે, તેમની સામે કોઈ પગલાં લઈ શકે તેમ નથી! તેઓ લોકોને ધમકી આપે છે, લાંચ પણ માગે છે. હાઇકોર્ટે સરકારને સૂચના આપી હતી કે, તેઓ ગૃહ વિભાગના સચિવ અને DIG પાસે રિપોર્ટ માંગો કે પોલીસ સામે કેવી રીતે કાર્યવાહી કરાય છે? કોર્ટે ટકોર કરી હતી કે, યુનિફોર્મ પહેર્યો હોય તો ક્રિમિનલ કાર્યો કરાય નહીં! યુનિફોર્મની કદર કરવી જોઈએ. અરજદાર SPએ કરેલા વ્હોટ્સએપ કોલ અને ઘટનાના CCTV કોર્ટના રેકોર્ડ ઉપર મૂક્યા હતા.

બનાવ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારનો
કોર્ટે ઝાટકણી કાઢી હતી કે, અમદાવાદ પોલીસ કમિશ્નરે પણ આ ઘટના અંગે આંખ આડા કાન કર્યા છે. શું SP અને કમિશ્નર બેન્ચ મેટ હતા? સામાન્ય માણસોની અરજી પોલીસ લેતી નથી કે પછી કચરાપેટીમાં જતી રહે છે? DGP, પોલીસ કમિશ્નર અને DCPને આ ઘટના અંગે રજૂઆત કરાઈ હતી. શું આ પોલીસની મેન્ટાલિટી છે કે તેને પોલીસ સામેની ફરિયાદ નહીં લેવાની? ચૂંટણી પતી ગયા પછી પણ શું પોલીસ બિઝી છે? સરકારી વકીલે જણાવ્યું હતું કે, અરજદાર સાથે બનેલો બનાવ એલિસબ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે.

SP લોકોને આવી રીતે ધમકાવી શકે નહીં!- HC

SP લોકોને આવી રીતે ધમકાવી શકે નહીં!- HC

નંબર SPનો નીકળે તો તેની સામે ફિટ કેસ થશે: કોર્ટ
કોર્ટે જણાવ્યું હતું કે, આજે જેની સામે આક્ષેપ થયા છે તે SP છે, આવતીકાલે કમિશ્નર બનશે, આ અરજી પાછી લેવડાવવા તે પ્રયત્નો પણ કરશે. આ ઘટનાની અંદર SPને આરોપી બનાવવામાં આવે. SP લોકોને આવી રીતે ધમકાવી શકે નહીં! અરજદારને SPએ જે નંબરથી ફોન કર્યો તે નંબર ગૃહ વિભાગના સેક્રેટરીને આપવામાં આવે. જો તે નંબર SPનો નીકળે તો તેની સામે ફિટ કેસ થશે. સામાન્ય રીતે પોલીસ પોતાના નંબરથી વાત કરતી નથી. એટલે ટાવરનું લોકેશન કાઢવામાં આવે અને ટેક્નિકલ રીતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. કોર્ટે ટકોર કરી હતી કે, દરેક નાગરિકને સારા ગવર્નન્સમાં રસ હોય છે. લોકોને પોલીસ પાસેથી આશા હોય છે. બધી જગ્યાએથી હારેલા લોકો છેલ્લે પોલીસ પાસે જાય છે. એટલે IPS એ આ ઘટના અને ફરિયાદ અંગે જવાબ આપવો પડશે. IPS પોતાનો પ્રાઇવેટ વકીલ રોકશે, સરકાર તેને વકીલ આપશે નહીં. IPSના કહેવાથી ચાર પોલીસ કર્મચારીઓએ અરજદારનું કિડનેપ કર્યું હતું. કોર્ટ રાજ્ય સરકારના ડહાપણ ઉપર IPS સામે કાર્યવાહી કરવાનું છોડે છે.

આવો SP કેવી રીતે ડિસ્ટ્રિક્ટને હેડ કરી શકે?: કોર્ટ
IPSએ રોકેલા પ્રાઇવેટ વકીલ જાલ ઉનવાલાએ જણાવ્યું હતું કે, તેઓ પોતે પણ ઈચ્છે છે કે, આ કેસમાં તપાસ થાય અને સત્ય બહાર આવે. IPS અને ફરિયાદી બંને એકબીજાને ઓળખે છે. અરજદાર IPSના ઘરે પણ ગયેલો છે. સરકારે જણાવ્યું હતું કે, IPS સામે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરશે. કોર્ટે કહ્યું હતું કે, લોકોને લાગે કે IPS ઓફિસર દાદાગીરી કરશે તો કોર્ટ આંખો બંધ કરી દેશે, તેથી આ મુદ્દે તપાસ જરૂરી છે. સાથે જ કોર્ટે જણાવ્યું હતું કે, આ IPS સામે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરવાની હોવાથી IPSએ ક્રાઈમ બ્રાન્ચમાં કામ કર્યું હોવું જોઈએ નહીં. ત્યારે સરકારે જણાવ્યું હતું કે, તેમણે ઝોન 1 કામ કરેલું છે, જેમાં ક્રાઈમ બ્રાન્ચ આવતી નથી. કોર્ટે કહ્યું હતું કે, તપાસના અંતે સુપરવાઇઝર તપાસ રિપોર્ટમાં સહી કરશે. કોર્ટે ટકોર કરી હતી, આવો SP કેવી રીતે ડિસ્ટ્રિક્ટને હેડ કરી શકે? આ સાથે જૂનાગઢમાં કોન્સ્ટેબલની શંકાસ્પદ મૃત્યુ અંગે મહિલા DySPના ત્રાસનું ઉદાહરણ પણ કોર્ટે આપ્યું હતું.

જૂનાગઢમાં કોન્સ્ટેબલના શંકાસ્પદ મોત અંગે મહિલા DySPના ત્રાસનું ઉદાહરણ કોર્ટે ટાંક્યું

જૂનાગઢમાં કોન્સ્ટેબલના શંકાસ્પદ મોત અંગે મહિલા DySPના ત્રાસનું ઉદાહરણ કોર્ટે ટાંક્યું

ગંભીર આક્ષેપ સામે પોલીસ કેમ FIR નોંધતી નથી?: કોર્ટ
કોર્ટે આ કેસની સુનાવણીમાં વધુ ટિપ્પણી કરી હતી કે, અહીં એક કેસ એવો આવ્યો હતો, જેમાં એક 18 વર્ષના યુવક સામે તેની ગાડીમાં બેઝબોલ સ્ટીક હોવાથી તેની સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. શું તે રમતો ખેલાડી હોય તો બેઝબોલ સ્ટીક રાખી ના શકે? આવા મુદ્દે જો FIR થતી હોય તો આવા ગંભીર આક્ષેપ સામે પોલીસ કેમ FIR નોંધતી નથી. આ કેસમાં અન્ય પોલીસ કર્મચારીઓ પણ સંકળાયેલા હશે!



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!