GUJARAT

થાર-ફોર્ચ્યુનર અકસ્માત: બોપલ SP રિંગરોડ પર 150-200ની સ્પીડે ફોર્ચ્યુનરે થારને ઉડાવી, 3નાં મોત, ફોર્ચ્યુનરમાં હતો 1 લાખનો દારુ – Ahmedabad News


અમદાવાદના બોપલબ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયાં છે, જ્યારે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત છે, જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. દારૂ ભરેલી ગાડી અન્ય ગાડી સાથે અથડાઈ હતી, જેમાં દારૂ ભ

.

વહેલી સવારે ફોર્ચ્યુનર વૈષ્ણોદેવી તરફથી બોપલ તરફ આવી રહી હતી. આ ફોર્ચ્યુનરમાં ઓમ પ્રકાશ ઉર્ફે પપ્પુ(રાજસ્થાન) અને રાજુરામ બિશ્નોઈ(રાજસ્થાન) સવાર હતા. જ્યારે બોપલ બ્રિજ તરફથી થાર આવી રહી હતી. આ થારમાં અજિત કાઠી અને મનીષ ભટ્ટ સવાર હતા. આ દરમિયાન થાર રાજપથ ક્લબ રોડ તરફ, એટલે કે જમણી બાજુ ટર્ન લેવા જઈ રહી હતી… બરાબર ત્યારે જ એ સાઈડથી જ આવી રહેલી ફોર્ચ્યુનર અથડાઈ હતી, જેમાં મનીષ ભટ્ટ, અજિત કાઠી અને ઓમ પ્રકાશનાં મોત થઈ ગયાં હતાં, જ્યારે રાજુ રામ બિશ્નોઈ સારવાર હેઠળ છે. ઉલ્લેખનીય છે કે ફોર્ચ્યુનર દારૂથી ખીચોખીચ ભરી હતી.

ફોર્ચ્યુનરમાંથી 1 લાખનો દારુ મળ્યો
આ અકસ્માતની ઘટનાએ પોલીસની કડક સુરક્ષા વ્યવસ્થાની વાતો અને કડક દારૂ બધી પર પ્રશ્નાર્થ ઉભો કર્યો છે.રાજ્યની સરહદો દારૂ માટે કેટલી સરળ છે તેનું આ ઘટના ઉદાહરણ છે. મોટી મોટી વાતો અને વાહ વાહી વચ્ચે પોલીસની પોકળ વાતોનો નકાબ ઉતરી ગયો છે. માત્ર એટલુ જ નહીં, અકસ્માત થતા જ ખબર પડી કે ફોર્ચ્યુનરમાં ખચોખચ દારુ ભરેલો હતો. આ તો એ ક ફોર્ચ્યુનર બહાર આવી પણ દિવસમાં તો કેટલીય ગાડીઓ નીકળી જતી હશે. આ અકસ્માતમાં વધેલો દારૂ પોલીસે કબજે કર્યો છે જેની અંદાજે કિંમત 1.03 લાખ થાય છે. આ દિશામાં ફરિયાદ દાખલ થવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

કારનું સ્પીડમીટર 200 પર બંધ થયેલું દેખાય છે.

સેફ્ટી ફીચર વ્હીકલની એર બેગ ખૂલી ગઈ, પણ ત્રણ બચ્યા નહીં
ઇસ્કોનબ્રિજ પર એક વર્ષ પહેલાં થયેલા અકસ્માતમાં જેગુઆર કાર હતી, એ સમયે કારમાં સ્પીડ અને ફીચર્સ વિશે અનેક વાતો ઊભી થઇ હતી. ત્યાર બાદ હવે ફરીથી હાઇ સિક્યોરિટી અને સેફ્ટી ધરાવતા કારના અકસ્માત થયા, પણ આ વખતે એરબેગ ખૂલી ગઈ, પણ જે મજબૂત ગણાય છે, એવી થાર વચ્ચેથી વળીને કોકડું થઈ ગઈ હતી, જ્યારે ફોર્ચ્યુનરની પણ એવી જ હાલત છે. બંને કારના અકસ્માતમાં ત્રણનાં મોત થયાં છે. બંને હાઇ ફીચર અને સેફ્ટી કારની એર બેગ ખૂલી, પણ કોઈ બચી શક્યા નહીં.

આડી પડેલી થાર અને ફોર્ચ્યુનરની ખૂલેલી એરબેગ.

આડી પડેલી થાર અને ફોર્ચ્યુનરની ખૂલેલી એરબેગ.

મૃતકનાં નામ

  • અજિત કાઠી, ઉં.વ: 32, રહેઠાણ: વિરમગામ.
  • મનીષ ભટ્ટ, ઉં.વ: 52, રહેઠાણ: સાબરમતી, મૂળ વિરમગામ.
  • ઓમપ્રકાશ ઉર્ફે પપ્પુ, ફોર્ચ્યુનરનો ચાલક
મૃતક અજિત કાઠીની ફાઈલ તસવીર.

મૃતક અજિત કાઠીની ફાઈલ તસવીર.

ઈજાગ્રસ્ત

  • રાજુરામ બિશ્નોઈ, ઉં.વ: 24, રહેઠાણ: સાંચોર, રાજસ્થાન.
મૃતક મનીષ ભટ્ટની ફાઈલ તસવીર.

મૃતક મનીષ ભટ્ટની ફાઈલ તસવીર.

રિયલ એસ્ટેટના ધંધાર્થીનું મોત
મૂળ વિરમગામના મનીષ ભટ્ટને રિયલ એસ્ટેટનો ધંધો છે. હાલમાં થોડા દિવસથી સાબરમતી ખાતેના તેમના ઘરે રહેતા હતા. વહેલી સવારે કામથી બહાર નીકળ્યા હતા, જ્યાં યુ-ટર્ન લેતી વખતે ઓવરસ્પીડમાં ફોર્ચ્યુનર ગાડી આવી અને અકસ્માત સર્જાયો હતો. તેઓ થારમાં અજિત કાઠી સાથે હતા. બંનેનાં મોત થયાં છે.

ફોર્ચ્યુનરે થારને ટક્કર મારતાં લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં.

ફોર્ચ્યુનરે થારને ટક્કર મારતાં લોકોનાં ટોળેટોળાં ઊમટ્યાં.

બૂટલેગર વૈષ્ણોદેવીથી બોપલ આવતો હતો અને અકસ્માત
અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે આજે સવારે પાંચ વાગ્યે બૂટલેગરની કારના કારણે ત્રણ લોકોનાં મોત નીપજ્યાં હોવાનો બનાવ સામે આવ્યો છે. બૂટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો, જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી, ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થાર કારે યુટર્ન મારતાં એ જોરથી ટકરાઈ હતી અને કાર અકસ્માતના સ્થળથી 150 ફૂટ દૂર ફેંકાઈ હતી, જેમાં થારમાં બેઠેલા બે લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને 300 મીટર દૂર સુધી ફેંકાઈ હતી, જેમાં દારૂ ભર્યો હતો. એમાં પણ બેઠેલી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.

પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી ગયો
આ અકસ્માતનો સમયે હાઇવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક બેલેન્સ ગુમાવી દેતાં નીચે ખાડામાં ઊતરી ગઈ હતી. હાલ ટ્રાફિક-પોલીસ અને અન્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તને સારવાર અર્થે સોલા સિવિલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓ હાલ બનાવના સ્થળે પહોંચ્યા છે. આ સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની હોવાની વિગત સામે આવી રહી છે.

ફોર્ચ્યુનરને ખોટી નંબરપ્લેટ લગાવવામાં આવી હતી.

ફોર્ચ્યુનરને ખોટી નંબરપ્લેટ લગાવવામાં આવી હતી.

ફોર્ચ્યુંનરમાં અલ્ટોની નંબરપ્લેટ ચીપકાવી!
ફોર્ચ્યુંનર ગાડીની નંબરપ્લેટમાં GJ18 BK 9808 નંબર છે. આ નંબર પ્લેટમાં મારુતિ કંપનીની અલ્ટો ગાડી છે. એક જ નંબરની બે ગાડી હોવી શક્ય નથી, જેથી ફોર્ચ્યુનર ગાડીની નંબરપ્લેટ ખોટી લગાવવામાં આવી છે. ઓન પેપર આ નંબરથી અલ્ટો ગાડીની છે, જેના માલિકનું નામ પણ જયંતી હોય એવી શક્યતા છે. પોલીસે આ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

ફોર્ચ્યુનરમાં દારૂ અને બિયરનાં ટિન હતાં.

ફોર્ચ્યુનરમાં દારૂ અને બિયરનાં ટિન હતાં.

ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યૂ-ઓપરેશન કર્યુ
વહેલી સવારે ફોર્ચ્યુનર કાર અને થાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. બંને કારનો અકસ્માત એટલો ગંભીર હતો કે એક મૃતદેહને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયરબ્રિગેડની મદદ લેવી પડી હતી. ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ફોર્ચ્યુનર કારમાં રહેલી એક વ્યક્તિના મૃતદેહને કારનું પતરું કાપીને બહાર કાઢ્યો હતો. બંને કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા. ફોર્ચ્યુનર કાર ટક્કર મારી ઊછળી પડી હતી.

અકસ્માતને પગલે લોકોનાં ટોળાં ઊમટ્યાં અને રેસ્ક્યૂ ટીમ દોડી ગઈ.

અકસ્માતને પગલે લોકોનાં ટોળાં ઊમટ્યાં અને રેસ્ક્યૂ ટીમ દોડી ગઈ.

હાલ ઈજાગ્રસ્તની સોલા સિવિલમાં સારવાર ચાલુ
બોપલબ્રિજ પાસે દારૂ ભરીને આવી રહેલી ફોર્ચ્યુનર ગાડી પૂરપાટ ઝડપે થાર સાથે અથડાઈ હતી .થાર ગાડીમાં બેઠેલી બે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી, જેમને સારવાર માટે સોલા સિવિલ લઈ જવામાં આવી હતી, જ્યાં તેમનાં મોત થયાં હતાં, જ્યારે ફોર્ચ્યુંનર ગાડીમાં ડ્રાઇવરની બાજુમાં બેઠેલી વ્યક્તિનું મોત થયું હતું. ફોર્ચ્યુનર ગાડી ચલાવી રહેલી વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી છે, જેની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. જ્યારે ત્રણેય મૃતકોના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરાઈ છે.

ફોર્ચ્યુનરના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી, હાલ સારવાર હેઠળ.

ફોર્ચ્યુનરના ડ્રાઈવરને ગંભીર ઇજાઓ પહોંચી, હાલ સારવાર હેઠળ.

સોલા સિવિલ હોસ્પિટલનો પોસ્ટમોર્ટમ રૂમ, બહાર બેઠેલાં મૃતકોનાં સ્વજનો

સોલા સિવિલ હોસ્પિટલનો પોસ્ટમોર્ટમ રૂમ, બહાર બેઠેલાં મૃતકોનાં સ્વજનો

ફોર્ચ્યુનરે ટક્કર મારતાં થાર વચ્ચેથી દબાઈ ગઈ.

ફોર્ચ્યુનરે ટક્કર મારતાં થાર વચ્ચેથી દબાઈ ગઈ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!