GUJARAT

SOG પોલીસની સરાહનીય કામગીરી: દેશી બનાવટની બંદુક સાથે શખસને ઝડપ્યો, નાસતો ફરતા શખસને દબોચ્યો – sabarkantha (Himatnagar) News


સાબરકાંઠા SOGએ દેશી બનાવટની બંદુક સાથે એક શખસને ઝડપ્યો
હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં SOGએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમી આધારે દેશી બનાવટની બંદુક સાથે એક શખ્સને ઝડપી લઈને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોપ્યો હતો.

.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા SOGની ટીમ ATS ચાર્ટરને લગતી કામગીરીને લઈને હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલી બાતમી આધારે હિંમતનગરના હડીયોલ પુલ છાપરીયા વિસ્તારમાં કસ્બામાં અશરફનગરમાં અશરફી મસ્જીદ પાસે રહેતા ઐયાખાન ઇકબાલખાન પઠાણની હિંમતનગરના કાટવાડ રોડ પર આવેલ પોલ્ટ્રી ફાર્મ નામની ચીકનની દુકાનમાંથી દેશી બનાવટની ફૂલ્લીદાર બંદુક રૂ 5 હજારની મળી આવતા SOG એ હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મળી આવેલ બંદુક સાથે શખ્સને સોપ્યો હતો.

હિંમતનગરના કિફાયતનગર પાટિયા પાસેથી SOGએ નાસતો ફરતા શખસને ઝડપ્યો
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કિફાયતનગરના પાટિયા પાસેથી SOG મહેસાણાના એડીશનલ સેસન્સ કોર્ટના પક્કડ વોરંટ આધારે નાસતા ફરતા આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસને સોંપ્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, સાબરકાંઠા SOG ટીમ ATS ચાર્ટરને લગતી કામગીરીને લઈને હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મળેલ બાતમી આધારે મહેસાણા એડીશનલ સેસન્સ કોર્ટમાં કેસ નં 11/2012ના કામનો પક્કડ વોરંટનો આરોપી હબીબ ઉર્ફે ડલકા કાસમ સિંધી (હાલ રહે.કિફાયતનગર,હિંમતનગર,મૂળ રહે.અમરપુર પાટી,તા.સાંતલપુર,જી.પાટણ)ને હિંમતનગરના કિફાયતનગર પાટિયા પાસે રોડ પરથી ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સોપ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!