GUJARAT

વારંવાર નોટિસ બાદ પણ રહીશોએ ખાલી ન કર્યું: SMC અને પોલીસ સ્ટાફના 500થી વધુ કર્મીઓની મદદથી જર્જરીત માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવાયું – Surat News


સુરતના રીંગ રોડ વિસ્તારમાં આવેલા માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું. છેલ્લા ચાર વર્ષથી ટેનામેન્ટ ખાલી કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા વારંવાર નોટિસ આપવામાં આવી રહી હતી. છેલ્લા બે દિવસથી ઘણાં લોકોએ સ્વેચ્છાથી જ મકાનો ખાલી કરવાનું શરૂ

.

SMCના ટેકનિકલ સ્ટાફ અને પોલીસ કર્મચારી કામે લાગ્યા
સચિન પાલી ગામમાં બિલ્ડિંગ ધરાશાયી થવાની ઘટના બાદ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ગંભીરતાથી માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરાવવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા હતાં. કારણ કે, માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરીત સ્થિતિમાં હોવાને કારણે ચોમાસા દરમિયાન ધરાશાયી થાય તો અનેક લોકોના જીવ જાય તેમ હતાં. ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવાસમાં રહેતા હોવાથી તેમને અન્ય સ્થળે જવું પણ કપરુ હતું. જોકે, સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પ્રકારનું જોખમ લેવું પોસાય તેમ ન હતું. ગત વખતે જ્યારે આવાસ ખાલી કરવા પહોંચ્યા હતા, ત્યારે સ્થાનિક લોકોએ વિરોધ કરતા ટીમ પરત ફરી હતી. જોકે, આ વખતે કામગીરી શરૂ કરી દેવાય છે.

ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
માન દરવાજા ટેનામેન્ટના રહીશોને ઘર ખાલી કરાવવા માટે 350 જેટલા પોલીસ કર્મચારીની મદદ લેવામાં આવી છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ અને હોમગાર્ડ જવાનોનો સ્ટાફ માન દરવાજા ટેનામેન્ટ ખાતે ખડકી દેવાયો હતો. સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનના ઝોનલ જીપ સહિતના અધિકારીઓ 100 કરતા વધારે બેલદારો આવાસ ખાલી કરાવવાની કામગીરીમાં જોડાયા હતા. કુલ મળીને 500 કરતા પણ વધુ કર્મચારીઓ આજે માન દરવાજા ટેનામેન્ટ ખાલી કરવાની પ્રક્રિયામાં સક્રિય થયા હતા.

ટેન્ડર પ્રક્રિયાનો ચોથો પ્રયાસ
રીંગ રોડ સ્થિત માન દરવાજા ટેનામેન્ટ સ્કીમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે, પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા ટેનામેન્ટને લઈને 3 વખત ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી, પરંતુ તેમાં સફળતા મળી નથી. પાલિકા દ્વારા ઓનલાઇન માન દરવાજા ટેનામેન્ટ માટે ટેન્ડર બહાર પાડવાનો ચોથો પ્રયાસ કરવામાં આવ્યો છે. માન દરવાજા ટેનામેન્ટ સહિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર શોપિંગ સેન્ટર, શાળા, આંગણવાડી અને ફાયર સ્ટેશન બનાવવાનું એક સાથે કુલ 192.29 કરોડનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!