GUJARAT

અમદાવાદના પશ્ચિમમાં SGVP દ્વારા 17મી રથયાત્રા યોજાઈ: શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરમાં મુખ્યમંત્રીએ પહીંદ વિધિ કરી ભગવાન શ્રી જગન્નાથના આર્શિવાદ પ્રાપ્ત કર્યા – Ahmedabad News


અષાઢી બીજના પાવન અવસરે માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી નીકળતી અમદાવાદ SGVPની 17મી જગન્નાથજીની રથયાત્રાની શરૂઆત થઈ છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલએ બાલકૃષ્ણદાસજી સ્વામીની સાથે શ્રી જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વે બપોરે S

.

મુખ્યમંત્રીને સતત બીજી વખત શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મેમનગરમાં ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાના પૂજનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ભૂપેન્દ્રભાઈ પટેલે રથયાત્રાના પર્વની સૌ નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે અષાઢી બીજના પાવન અવસરે ભગવાનના દર્શન, આરતી અને રથયાત્રાને પ્રસ્થાન કરાવવાનો અવસર મળવાને પોતાનું સદ્દભાગ્ય ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે, `ગુજરાત હરહંમેશા સદ્દભાવના, એકતા, શાંતિ અને સમૃદ્ધિ સાથે આગળ વધતું રહે તેવી પ્રભુ જગન્નાથજીને પ્રાર્થના છે.

આ સમયે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, ડેપ્યુટીમેયર જતીનભાઈ પટેલ તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો સહભાગી થયા હતા, પશ્ચિમ વિસ્તારના શહેરીજનો ભક્તિભાવપૂર્વક યાત્રામાં ભાગ લીધો, યાત્રા દરમિયાન આશરે ચારથી પાંચ હજાર કિલો મગ, જાંબુ, કાકડી અને વિવિધ ફળોનો પ્રસાદ પણ વહેંચવામાં આવે છે. 2008થી શરૂ થયેલી આ રથયાત્રા સંભવત અમદાવાદની જગન્નાથજીની રથયાત્રા પછી પશ્ચિમ વિસ્તારની મોટી રથયાત્રા છે. 25 રથ આ યાત્રામાં જોડાયા છે.

લગભગ 8 કિલો મીટર સુધી નીકળતી આ રથયાત્રામાં શહેરની જુદી-જુદી સંસ્થાઓ પણ જોડાય છે. રથયાત્રા મેમનગર ગુરુકુળથી નીકળી સુભાષ ચોક, શાંતિ નિકેતન એપાર્ટમેન્ટની ડાબી બાજુથી એચ. બી કાપડિયા સ્કૂલ, ન્યુ નિકિતા પાર્ક, નેશનલ હાઉસ, સુદર્શન ટાવર, તપન ટેનામેન્ટ, મણીભદ્ર એપાર્ટમેન્ટથી જમણી બાજુ, ગુલાબ ટાવરથી જમણી સાઈડ, સતાધાર સ્વામિનારાયણ મંદિર, સતાધાર ચાર રસ્તાથી સીધા, સોલા રોડ ઉપર, ભુયંગદેવ ચાર રસ્તા, સ્વામિનારાયણ બાગ રોડ, વિવેકાનંદ ચોક, મેમનગર ગામ, માનવ મંદિર થઈ નિજ મંદિર ગુરુકુળ પરત ફરશે.

ગુરુકુળના શાસ્ત્રી બાલકૃષ્ણદાસજી, માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી આ રથયાત્રામાં સ્વયંમ સેવકોની બીજી એક ટીમ રથયાત્રાની પાછળ પાછળ ચાલે છે. જે રથયાત્રા દરમિયાન રસ્તા પર પડતો કચરો સાફ કરે છે. જેથી રથયાત્રા પસાર થયા પછી રોડ પર કચરો ન રહે. અનેક ભક્તોએ ભાવિક ભક્તો માટે ઠેર ઠેર પાણીની પરબ અને શરબત, નાસ્તા સહિતની અનેક વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ધજા-પતાકા સાથે શણગારેલા વિવિધ માર્ગો પરથી પસાર થતી યાત્રાનું દરેક સોસાયટીના રહેવાસીઓ-મહિલાઓ દ્વારા સ્વાગત-પૂજન કરવામાં આવે છે. આ SGVP રથયાત્રા ધીરે ધીરે પશ્ચિમના રહીશોમાં આકર્ષણ જમાવી રહી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!