GUJARAT

અગ્નિકાંડ બાદ ઇમેજ સુધારવા પ્રયાસો: રાજકોટ ભાજપ દ્વારા કોર્પોરેશન સાથે મળીને ‘મેયર તમારે દ્વાર’ કાર્યક્રમ યોજાશે, પદાધિકારીઓ વોર્ડમાં બેસી લોકોના પ્રશ્નો ઉકેલશે – Rajkot News

રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ લોકોમાં ઇમેજ સુધારવા માટે ભાજપ દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવનાર છે. જેમાં રાજકોટ શહેર ભાજપ દ્વારા વોર્ડ વાઇઝ ‘મેયર તમારે દ્વાર’ કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં અધિકારીઓને સાથે રાખી ભાજપ પદાધિકારીઓ લોક

.

વોર્ડવાઈઝ ‘મેયર તમારે દ્વાર’ કાર્યક્રમ યોજાશે
કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન જયમીન ઠાકરે આ અંગે જણાવ્યું હતું કે, શહેરમાં રોડ-રસ્તા, પીવાનું પાણી, ડ્રેનેજ સહિતની પાયાની સુવિધાઓમાં સમસ્યા સર્જાય ત્યારે લોકો કોલ સેન્ટરમાં ફરિયાદ નોંધાવે છે. જોકે, આ ફરિયાદનાં ઉકેલ માટે દિવસો સુધી રાહ જોવી પડે છે. જેના કારણે ભાજપ દ્વારા લોકોની ફરિયાદનો સ્થળ ઉપર નિકાલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં સેવાસેતુની માફક લોકોના કોર્પોરેશનને લગતા વિવિધ પ્રશ્નોનો સ્થળ પર ઉકેલ લાવવા માટેના પ્રયાસો કરવામાં આવશે. પદાધિકારીઓ અને અધિકારીઓની સાથે બેઠક યોજીને વોર્ડવાઈઝ આ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પદાધિકારીઓ અને અધિકારીઓની સાથે બેઠક યોજી
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ શહેરના તમામ 18 વોર્ડમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓને સાથે રાખી લોક દરબાર જેવો આ કાર્યક્રમ યોજવાનો નિર્ણય લીધો છે. આ અંગે ગઈકાલે સાંજે ભાજપ કાર્યાલય ખાતે કોર્પોરેશન મુખ્ય પાંચેય પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ અને શાસક પક્ષના દંડક મનીષભાઈ રાડીયા સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં એક સપ્તાહમાં શહેરનાં તમામ વોર્ડમાં ‘મેયર તમારે દ્વાર’ કાર્યક્રમ યોજાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.

કોર્પોરેશનની રૂટિન કામગીરી પર કોઈ અસર પડશે નહીં
આ કાર્યક્રમમાં આવેલી ફરિયાદોનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી દેવામાં આવશે. જો ફરિયાદ હલ થઈ શકે તેમ ન હોય તો પાંચ સભ્યોની એક સમિતિ બનાવવામાં આવશે. આ સમિતિ દ્વારા નિયત કરાયેલા સમયમાં ફરિયાદનો નીવેડો આવી જાય એવા પ્રયત્ન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મહાનગરપાલિકાનાં DMC સહિતનાં અધિકારીઓ તેમજ જે-તે વોર્ડના કોર્પોરેટરો સહિતના પદાધિકારીઓ હાજર રહેશે. દરરોજ સવારે 9:00થી 11:00 વાગ્યા સુધી લોક દરબાર યોજવામાં આવશે. જેના કારણે કોર્પોરેશનની રૂટિન કામગીરી પર કોઈ અસર પડશે નહીં.

કયાં વોર્ડમાં ક્યારે લોક દરબાર યોજાશે?
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ તત્કાલીન મેયર ધનસુખભાઈ ભંડેરી દ્વારા લોકો સાથે સીધો સંપર્ક કેળવવા આ પ્રકારે કાર્યક્રમો યોજવાની પ્રણાલી શરૂ કરવામાં આવી હતી. જેમાં ખુદ મેયર દરેક વોર્ડમાં જતા હતા અને લોકોની ફરિયાદો જાણી તેનો નિકાલ કરતા હતા પરંતુ, છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું કોઈ પ્રજાલક્ષી આયોજન કરવામાં આવ્યું નથી ત્યારે શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ હવે ફરી આ અભિગમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં કયાં વોર્ડમાં ક્યારે લોક દરબાર યોજાશે તેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. માત્ર ભાજપ નહીં પરંતુ કોંગ્રેસના કોર્પોરેટરોના વોર્ડમાં પણ આ કાર્યક્રમ યોજીને સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયાસ કરવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!