GUJARAT

ફરાર આરોપી ઝડપાયો: છેતરપિંડીના ગુનામાં પાંચ વર્ષથી ફરાર આરોપી આંધ્રપ્રદેશથી ઝબ્બે – Porbandar News

પોરબંદરના કીર્તિમંદિર પોલીસ મથકે નોંધાયેલ છેતરપીંડીના ગુન્હામાં 5 વર્ષથી ફરાર આરોપીને આંધ્રપ્રદેશથી ઝડપી લઇ કાર્યવાહી હાથ ધરી છે.

.

પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના મુજબ પોરબંદર શહેર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક સાહિત્યા વી.એ ફરાર આરોપી શોધી કાઢવા માટે સ્કોડની રચના કરેલ હોય, જે અંતર્ગત નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન અનુસંધાને ભુપેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા તથા જય રમેશભાઈ ડાભીને ખાનગીરાહે ચોક્કસ બાતમી મળેલ કે, કીર્તિમંદિર પોલીસ મથકે નોંધાયેલ છેતરપિંડીના ગુન્હાનો આંધ્રપ્રદેશમાં રહેતો આરોપી સુરજરાવ તાતારાવ સોરા પોતાના ઘરે પેડદા ગુરૂદાસુપુરમ ગામ ખાતે છે, જેથી બાતમી આધારે ટેકનીકલ સર્વેલન્સથી તથા ખાનગીરાહે ખરાઇ કરી પીએસઆઈ કે.એન.ગોરસીયા તથા કીશોરભાઇ માલદેભાઇ તથા જય ડાભીની ટીમ આંધ્રપ્રદેશના પેડદા ગુરૂદાસુપુરમ ખાતે પહોંચી હતી અને ત્યાંથી આરોપીને દબોચી લઇ પોરબંદર લાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!