GUJARAT

માગ: રાણાવાવ તાલુકા મથકની વીજતંત્રની કચેરી સિમેન્ટ ફેક્ટરી સામે શિફ્ટ થશે – Porbandar News


રાણાવાવ શહેર મધ્યે તાલુકા કક્ષાની વીજતંત્રની કચેરી આવેલ છે જે કચેરી સિમેન્ટ ફેકટરી સામે પાવર હાઉસ પાસે શિફ્ટ કરવામાં આવશે જેથી વેપારી મહામંડળ દ્વારા વિરોધ નોંધાવ્યો છે અને રાણાવાવમાં વીજ બીલ ભરવા અને કોલ સેન્ટર માટેની વ્યવસ્થા કરી, કચેરી શિફ્ટ કરવામા

.

રાણાવાવ શહેર મધ્યે વાડી પ્લોટ વિસ્તારમાં પીજીવીસીએલની કચેરી આવેલ છે અને આ વીજતંત્રની કચેરી તાલુકા મથકની એક જ કચેરી છે. પોરબંદર શહેર તથા 32 ગામડાના ગ્રાહકો વીજતંત્રને લગતી ફરિયાદ હોય કે વીજબીલ ભરવા આ કચેરી ખાતે આવતા હોય છે. પરંતુ આ કચેરી સિમેન્ટ ફેકટરી સામે પાવર હાઉસ પાસે થોડા દિવસોમાં જ શિફ્ટ કરવામાં આવશે, જેનો રાણાવાવ વેપારી મહામંડળ દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. આ મહામંડળના પ્રમુખ મહેન્દ્રકુમાર પ્રભુદાસ રાયચુરાએ જણાવ્યું છે કે, વીજતંત્રની કચેરી રાણાવાવ શહેરથી દૂર શિફ્ટ કરવામાં આવશે તો 32 ગામડાના ગ્રાહકો અને રાણાવાવના ગ્રાહકોને વીજબીલ ભરવા અને ફોલ્ટ લખાવવા તથા વીજતંત્રને લગતી કામગીરી માટે દૂર સુધી જવું પડશે જે માટે આવવા જવાનો ખર્ચ વધુ થશે અને સમયનો પણ વ્યય થશે, ગ્રાહકોને હાલાકી વેઠવી પડશે, આથી રાણાવાવ શહેર મધ્યે જ વીજતંત્ર દ્વારા વીજબીલ સ્વીકારવા માટે અને કોલ સેન્ટર માટેની નાની કચેરી ચાલુ રાખી વીજતંત્રની કચેરી શિફ્ટ કરવામાં આવે તેવી માંગ કરી છે.

શહેરના ગ્રાહકોને વીજબીલ ચૂકવવા આવવા જવાનો ખર્ચ મોંઘો પડશે

રાણાવાવ શહેરથી દૂર વીજતંત્રની કચેરી શિફ્ટ કરવામાં આવશે ત્યારે રાણાવાવ શહેરના ગ્રાહકોને વીજ બીલ ભરવા માટે ત્યાં સુધી જવા અને આવવવામાં જ રૂ. 80 જેટલું રિક્ષા ભાડું ચૂકવવું પડશે અને સમય બગડશે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને તો આનાથી પણ વધારે ખર્ચ આવશે. ઓનલાઇન બીલ ભરવાનું દરેક ગ્રાહકને ફાવતું ન હોય, જેથી શહેરમાં વીજબીલ સ્વીકારવા માટેની કચેરી રાખી ગ્રાહકોની સુવિધા વધારવી જોઈએ તેવી વેપારીઓએ માંગ કરી છે. ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને ફરજીયાત વીજ કચેરીએ બીલ ભરવા જવું પડે છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!