GUJARAT

લોકોમાં અકસ્માતનો ભય: પોરબંદરમાં અનેક સ્થળો જર્જરિત હાલતમાં; વીજ વાયર અને વૃક્ષના આલીંગનના કારણે વીજ વાયર તૂટે તેવો ભય – Porbandar News


પોરબંદર શહેરમાં અનેક સ્થળો વીજ વાયરો અને પોલી જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જેને કારણે અકસ્માતનો ભય સેવાઇ રહ્યો છે. આવી જ સ્થિતિ પ્લાઝા ક્રોસ લાઇનવાળી ગલીમાં જોવા મળી રહી છે. અહીં વીજ વાયર અને વૃક્ષના આલીંગનના કારણે ગમે ત્યારે વીજ વાયર તૂટે તેવો

.

પોરબંદર શહેરમાં ખાણી-પીણીની ગલી તરીકે જાણીતી જનતા જનરલ સ્ટોરવાળી ગલીમાં વર્ષો જુનુ વૃક્ષ આવેલુ છે. તે જુની કોર્ટ બિલ્ડીંગની દીવાલ સાથે રહેલુ છે. અહીંથી વીજવાયર પાસર થાય છે તે વૃક્ષની ડાળીમાંથી પસાર થાય છે. ભારે પવન અને વરસાદને કારણે આ વીજ વાયર તૂટે તેવો ભય સેવાઇ રહ્યો છે.

આ ગલીમાં ખાણી-પીણીની રેકડી આવેલી છે અને સવાર સાંજ લોકો અહીં નાસ્તો કરવા માટે આવે છે. તો ટ્રાફિકથી ધમધમતો વિસ્તાર છે. જો અહિં વીજવાયર તુટશે તો મોટી દુર્ઘટના સર્જશે તેવો ભય સેવાઇ રહ્યો છે. સ્થાનિકોએ અનેક વખત પીજીવીસીએલ અને નગરપાલિકાના તંત્રને રજૂઆત કરી છે તેમ છતાં વીજવાયરો બદલવામાં આવતો નથી તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!