GUJARAT

‘POP મૂર્તિ પરનો પ્રતિબંધ દૂર કરો’: આણંદ શહેરના 45 ગણેશ મંડળો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી – Anand News


ગણેશ મહોત્સવના પર્વને અનુલક્ષીને આણંદ જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામાનું બહાર પાડી, પી.ઓ.પી ની મૂર્તિના વેચાણ અને ખરીદ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે, આણંદ શહેરના વિવિધ ગણેશ મંડળના આગેવાનોએ આજરોજ એકત્રિત થઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી, પ્લાસ્ટર

.

આ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, આણંદ શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવ ધામધૂમથી તેમજ હર્ષો ઉલ્લાસથી મનાવવામાં આવે છે. આ ઉત્સવને અનુલક્ષીને આણંદ જીલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામાનું બહાર પાડી, જિલ્લામાં પ્લાસ્ટર ઓફ પેરીસ (POP) ની મૂર્તિ વેચાણ તથા ખરીદ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. દર વર્ષે આ પ્રકારના જાહેરનામા બહાર પાડી, પ્લાસ્ટર ઓફ પેરીસ (POP) ના કારણે તળાવ-નદીના પાણી દુષિત થાય છે તેમજ પર્યાવરણને નુકશાન થાય છે તેમ જણાવવામાં આવે છે. પરંતુ આ બાબતનો કાયમી ધોરણે ઉકેલ લાવવાની જગ્યાએ પ્લાસ્ટર ઓફ પેરીસ (POP) ની મૂર્તિ તથા તેની ઉંચાઇને લઇને વિવિધ પ્રકારના પ્રતિબંધો લગાવવામાં આવે છે, જે અયોગ્ય છે. તેમજ આપણા જિલ્લાની નજીકમાં આવેલ વડોદરા જીલ્લાનુ ઉદાહરણ લઇએ તો ત્યાંના ગણેશ મંડળો દ્વારા અંદાજીત 25 થી 30 ફૂટની વિશાળકાય પ્લાસ્ટર ઓફ પેરીસ (POP) મૂર્તિઓનુ સ્થાપન કરવામાં આવે છે. તેમજ દસ દિવસ ગણેશ મહોત્સવ ધામધૂમથી તેમજ હર્ષો ઉત્સવ મનાવ્યા બાદ વડોદરા જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવે છે અને તેમાં વિસર્જન કરાવવામાં આવે છે. જેથી શહેરના નાગરીકોને ઉત્સવ પ્રત્યેની આસ્થા તેમજ લાગણી પણ જળવાય રહે અને તળાવોને નુકશાન પણ ના થાય. તો આ પ્રકારની વ્યવસ્થા પણ આણંદ જિલ્લામાં કરવામાં આવે તો આ બાબતનો કાયમી ધોરણે ઉકેલ પણ આવી શકે તથા દરેક ગણેશ મંડળોની ગણેશ ઉત્સવ સાથે જોડાયેલી આસ્થા અને લાગણીઓને ઠેસ ના પહોંચે.

વધુમાં ગતવર્ષે ભગવાન ગણેશજીની મૂર્તિની આગમાન યાત્રા દરમ્યાન શોભાયાત્રા નિકાળવાની પરવાનગી તેમજ શોભાયાત્રામાં ડી.જે. સાઉન્ડ વગાડવાની પરવાનગી અગાઉથી લીધેલ હોવા છતા પણ પોલિસ અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરી ડી.જે. સાઉન્ડ વારંવાર બંધ કરાવવામાં આવેલ તેમજ આગમાન યાત્રા પૂર્ણ કરી દેવા જણાવેલ. જેથી સૌ ગણેશ ભક્તોની લાગણીઓને ઠેસ પહોચે છે, જે ઘણી દુખદ વાત છે. આ પ્રકારનો બનાવ આ વર્ષે ન બને.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!