GUJARAT

ડો. વૈશાલી જોષી આપઘાત કેસ: PI ખાચરની આગોતરા જામીન અરજી પર હવે 7 ઓગસ્ટે સુનાવણી, ધરપકડ થશે નહીં; પીડિત પક્ષના વકીલે સમય માગ્યો – Ahmedabad News

ક્રાઈમ બ્રાન્ચ પોલીસ અધિકારી બીકે ખાચર સામે 14 માર્ચ 2024ના રોજ ગાયકવાડ હવેલી પોલીસ મથક ખાતે 32 વર્ષીય ડોક્ટર વૈશાલી જોષીને આપઘાતની દુષ્પપ્રેરણા આપવાનો ગુનો IPC 306 અંતર્ગત નોંધાયો હતો. ત્યાર બાદથી આ પોલીસ અધિકારી ફરાર હતા. આ અધિકારીએ આગોતરા જામીન મે

.

હવે આ મુદ્દે વધુ સુનાવણી 7 ઓગસ્ટે થશે. પીડિત પક્ષના વકીલ હવે આ કાર્યવાહીમાં જોડાયા છે. તેમને સમય માગ્યો હતો. જ્યારે અરજદારના વકીલે કહ્યું હતું કે, અરજદાર છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી તપાસમાં સહકાર આપી રહ્યા છે. પોલીસ આ ઘટના અંગે તપાસ કરી રહી છે.

ચાર મહિના પછી આરોપીના ફોનમાંથી શું મળશે!
અગાઉની સુનાવણીમાં સરકારી વકીલે કોર્ટને માહિતી આપી હતી કે PI ખાચરનો ફોન અને પાસપોર્ટ લેવામાં આવ્યો છે. અરજદારે મૃતકના વોટ્સએપનો જવાબ ના આપતા તે નિરાશ હતી. આથી તેને આપઘાતનું પગલું ભર્યું છે. જ્યારે આ ઘટના બની ત્યારે PI ખાચર ઘટના સ્થળે હાજર નહોતા તે કોઈ અન્ય કામમાં બીજે હતા. કોર્ટે કહ્યું હતું કે, ચાર મહિના પછી આરોપીના ફોનમાંથી શું મળશે! જોકે, સરકારી વકીલે કહ્યું હતું કે, આરોપીના ફોનમાંથી તપાસ અધિકારીએ ડેટા પેનડ્રાઈવમાં લીધો છે. જેમાં પાછળના 7 મહિનાનો ડેટા લેવામાં આવ્યો છે. આરોપી તપાસમાં સહકાર આપી રહ્યો છે.

સુસાઈડ નોટ પ્રમાણે મૃતક આરોપીના પ્રેમમાં હતી
અરજદારના વકીલે જણાવ્યું હતું કે, સુસાઈડ નોટ પ્રમાણે મૃતક આરોપીના પ્રેમમાં હતી. તે મૃતક સાથે વાત નહોતો કરતો તેથી મૃતક ડિપ્રેશનમાં હતી. મૃતક 32 વર્ષીય મહિલા ડોક્ટર વૈશાલી જોષી મૂળ મહીસાગરના હતા. જે અમદાવાદના સેટેલાઈટમાં PGમાં રહીને નવા વાડજ ખાતેની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા. તેમને 6 માર્ચના રોજ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે જઈને બાંકડા ઉપર બેસીને જાતે જ પગે ઇન્જેક્શન આપીને આપઘાત કરી લીધો હતો. તેમ જ સુસાઇડ નોટ મૂકી હતી, જેમાં બીકે ખાચરનું નામ હતું. મૃતકની મોટી બહેને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન ખાતે 14 માર્ચ 2024ના રોજ ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે પોલીસ અધિકારી બીકે ખાચર સાથે ફરિયાદીની બહેનને પ્રેમ સંબંધ હતો. જે પ્રેમ સંબંધ પોલીસ અધિકારીએ તોડી નાખતા તે માનસિક તણાવમાં રહેતી હતી, તેના પિતાનું મૃત્યુ થઈ ચૂક્યું છે.

ફરિયાદ પણ 8 દિવસ મોડી કરવામાં આવી છે
કોર્ટે અગાઉ આરોપી પોલીસ અધિકારીનો ઉધડો લેતા જણાવ્યું હતું કે, તમે પોલીસ ઓફિસર હોવા છતાં તપાસ અધિકારી સામે હાજર થઈને તપાસમાં સહકાર આપવાની જવાબદારી નિભાવતા નથી. ફરિયાદ પણ 8 દિવસ મોડી કરવામાં આવી છે. જ્યારે અરજદારના વકીલે જણાવ્યું હતું કે, આરોપી એક સામાન્ય નાગરિક છે. તે તેના કાનૂની હક વાપરી રહ્યા છે. તે તેની વ્યક્તિગત સ્વતંત્રતા છે. તે પોલીસ ઓફિસર છે, તેને કોઈ ગુનો કર્યો નથી છતાં તેને ધરપકડનો ભય છે. બંનેની સહમતિથી પ્રેમ સંબંધ બંધાયા હતા. પ્રેમ સંબંધ ગુનો નથી, આવા સંબંધો આકસ્મિક અને મરજીથી બંધાતા હોય છે. કોઈની સાથે સબંધ ચાલુ રાખવો કે નહિ તે વ્યક્તિગત સ્વતંત્રતા છે. પોલીસમાં કામ કરતા હોઈએ તો કોઈને સમય આપી ના પણ શકાય. પરંતુ તેથી મૃતકના નકારત્મકતા આવી ગઈ હતી. અરજદારે કોઈ કાવતરું કે ઈરાદાપૂર્વક એવું કૃત્ય નથી કર્યું કે જેથી મૃતકે આપઘાત કરવો પડે. બંને વચ્ચેના વાર્તાલાપમાં ગેપ સર્જાતા આ ઘટના બની છે. અરજદારનો આ પાછળ કોઈ પૂર્વ ઈરાદો નહોતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!