GUJARAT

સ્થાનિકોને સમસ્યા: પાટણમાં વગર વરસાદે રેલવે ગરનાળા પાસે ભૂગર્ભગટરના ગંદા પાણી બેક મારતા અને રોડ પર રેલાતા લોકો પરેશાન બન્યા – Patan News


પાટણ શહેરનાં રેલ્વે સ્ટેશન રોડ ઉપરનું ભુગર્ભ ગટરના પંપીંગ સ્ટેશનને કોઈ કારણસર બંધ કરી દેવામાં આવતાં તેની અસર આ પંપીંગ સ્ટેશન હેઠળની ભુગર્ભ ગટરોનાં પાણી વહન ઉપર પડી હતી જેના કારણે ગટર ના ગંદા પાણી બેક મારતા વગર વરસાદે રેલવે ગરનાળામાં ગટર ના પાણી ભરાઈ

.

પાટણ શહેરનાં રેલ્વેનાં પહેલા રેલ્વે નાળામાં વરસાદી વાતાવરણ છતાં તે ભરાઇ જાય તેવું પાણી આવ્યું ન હોવા છતાં ભુગર્ભ ગટરનાં પાણીથી મોડી સાંજે ઉભરાયું હોવાનો આક્ષેપ સાંજે શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જાણકારી આપતાં કહ્યું કે, શહેરનાં રેલ્વે સ્ટેશન રોડ ઉપરનું ભુગર્ભ ગટરના પંપીંગ સ્ટેશનને કોઈ કારણસર બંધ કરી દેવામાં આવતાં તેની અસર આ પંપીંગ સ્ટેશન હેઠળની ભુગર્ભ ગટરોનાં પાણી વહન ઉપર પડી હતી ને આ પંપીંગ સ્ટેશનમાં આવતાં પાણી પણ સ્ટેશનનાં કુવામાં ભરાઇ ગયા હતા. જેનાં લીધે પાણી બેક મારતાં મીટર હાઉસ સામેની લાટી પાસેની ચેમ્બરોમાંથી પાણી ઉભરાઈને રોડ ઉપર નદીની જેમ વહીને રેલ્વેનાં નાળામાં આવી જઈને તે ઉભરાઈને રોડ ઉપર વહેવા લાગ્યા હતા. નગર પાલિકા ની ભૂગર્ભ ગટર શાખા જણાવ્યું હતું કે શહેરનાં પિતાંબર તળાવ વિસ્તારમાં ભુગર્ભ પંપીંગ સ્ટેશનની ત્રણેય મોટરો બળી જતાં તેનાં કારણે પંપીંગ સ્ટેશન ખોટકાતાં પાણી બેક મારતું હોવાની બુમો ઉઠી હોવાનું જણાવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!