GUJARAT

પુણેની ટીમ સાથે ભાસ્કર પણ ગ્રાઉન્ડ પર: પંચમહાલમાં ચાંદીપુરાથી મોતને ભેટેલાં બાળકોનાં પરિવારજનો અને ઘરમાંથી ઉંદરો પકડી બ્લડ સેમ્પલ લીધાં – panchmahal (Godhra) News


પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને લઈને ભયનો માહોલ ફેલાયો છે. પંચમહાલ જિલ્લામાં 15 જેટલા શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. જેને લઈ આરોગ્ય વિભાગની ટીમ પણ સતર્ક બની છે. આ વાઈરસના કારણે 5 જેટલાં મોતના આંકડા નોંધાયા છે. ત્યારે હવે આ વાઈરસને લઈન

.

ઘરોમાં પાંજરા મૂકી ઉંદર પકડ્યા
પુણાની નેશનલ ઈન્સ્ટિસ્ટ્યુટ ઓફ વાઈરોલોજી ટીમ દ્વારા આ મામલે જે પરિવારની બાળકીનું મોત થયું છે તેમના પરિવારના સભ્યોના લોહીના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. તેમજ પશુઓનાં પણ સેમ્પલ લીધાં હતાં. NIV ટીમે વધુમાં આ મામલે આસપાસનાં ઘરોમાં ઉંદર પકડવાનાં પાંજરાં મૂક્યાં હતાં. તેમાં પકડાયેલા ઉંદરના લોહીના પણ સેમ્પલ લીધાં હતાં. આ મામલે આરોગ્ય વિભાગ પણ નજર રાખી રહ્યો છે. ત્યારે ભાસ્કરની ટીમ પણ ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહી છે અને ચાંદીપુરા વાઈરસનો પહેલો કેસ આવ્યો હતો તે ગોધરા તાલુકાના કોટડા ગામ તેમજ ઘોઘંબા તાલુકાના ઝીંઝરી ગામની પણ મુલાકાત લીધી હતી.

પુણાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોલોજિસ્ટની ટીમ પંચમહાલમાં
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકા અને મોરવા હડફ બાદ હવે ઘોંઘબા તાલુકામાં પણ ચાંદીપુરા વાઈરસને લઈને એક બાળકી મોતને ભેટ્યા બાદ આરોગ્ય તંત્ર પણ દોડતું થયું છે. આ વાઈરસના વધતા કેસોને લઈ પુણાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજિસ્ટની ટીમે પણ પંચમહાલમાં ધામા નાખ્યા છે. NIV ટીમ દ્વારા ગોધરાના કોટડા અને ત્યારબાદ આજે ઘોંઘબા તાલુકાના ઝીંઝરી ગામની મુલાકાત લીધા બાદ સેમ્પલો એકત્ર કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ સાથે સેન્ડ ફ્લાયનાં પણ સેમ્પલો લેવાની કામગીરી ટીમ દ્વારા કરવામાં આવી હતી.

પશુઓનાં પણ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં
પંચમહાલ જિલ્લામાં આજરોજ બુધવારે ધોધમાર વરસતા વરસાદમાં પુણાની NIV ટીમ ગામે ગામ ફરી રહી છે અને ચાંદીપુરા વાઈરસથી મોતને ભેટેલાં બાળકોના પરિવારજનોના બ્લડ સેમ્પલ લેવામાં આવી રહ્યાં છે. આ સાથે તેમના ઘરનાં પશુઓના પણ બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં છે. તેમજ મૃતક બાળકોનાં ઘરોમાં ઉંદર પકડવા માટે પાંજરાં મૂકવામાં આવ્યાં હતાં અને તેમાં જે ઉંદર પકડાયા હતા તેનાં બ્લડ સેમ્પલ લઈ પુણા મોકલવામાં આવ્યાં છે. આ સાથે તે ગામની શાળામાં અભ્યાસ કરતાં બાળકોનાં બ્લડ સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.

ચાંદીપુરા વાઈરસને લઈને લોકોમાં ભયનો માહોલ
પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને લઈને લોકોમાં ભયનો માહોલ પણ વ્યાપી ગયો છે. પહેલો કેસ ગોધરા તાલુકામાં નોંધાયા બાદ ઘોંઘબામાં પણ આ મામલે શંકાસ્પદ કેસ નોંધાતા એક બાળકીનું કરુણ મોત થયું હતું. આ મામલે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જરૂરી તપાસ પણ કરવામાં આવી હતી. હાલમાં આ વાઈરસના વધતા કહેરને લઈને પુણાથી નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજિસ્ટની ટીમ આવી છે. તેઓ આ મામલે વિવિધ સેમ્પલો લેવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

સેમ્પલ પુણા મોકલવામાં આવ્યાં
ગોધરા તાલુકાના કોટડા ખાતે સેમ્પલ લેવાની કાર્યવાહી કર્યા બાદ પુણાની આ ટીમ ઘોઘંબા તાલુકામાં આવેલા ઝીંઝરી ગામે એક 11 માસની બાળકી શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસને લઈને મોતને ભેટી હતી ત્યાં પુણાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાઇરોલોજિસ્ટની ટીમ ધોધમાર વરસતા વરસાદમાં પહોંચી પરિવારના સભ્યોનાં સેમ્પલ લીધાં હતાં. સાથે સાથે આજુબાજુમાં જે પણ પડોશીઓ છે તેમનાં સેમ્પલો પણ કલેક્ટ કરવામાં આવ્યાં હતાં. અંદાજે 200 જેટલી સેન્ડફ્લાયને આજુબાજુમાંથી કલેક્ટ કરીને પરીક્ષણ માટે પુણા ખાતે મોકલવામાં આવી હોવાની માહિતી મળી છે.

ચાંદીપુરાગ્રસ્ત વિસ્તારોની તપાસમાં પુણેની ટીમ ગુજરાતમાં
સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ વાઈરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમાં કુલ 15 જેટલા શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા હતા, જેમાંથી પાંચ બાળકનાં મોત થયાં હતાં. એને લઈને આજે પુણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની ટીમ પંચમહાલ આવી પહોંચી છે. બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલ સ્ટાફની ટીમ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત કરી સેન્ડફ્લાય સહિત જીવજંતુઓનાં સેમ્પલ લઈ રિપોર્ટ તૈયાર કરશે.

પંચમહાલમાં ચાંદીપુરા વાઇરસના 15 કેસ નોંધાયા
સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરમ વાઈરસનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે પંચમહાલ જિલ્લામાં અલગ-અલગ તાલુકાઓમાં કુલ 15 જેટલા શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ જિલ્લામાં નોંધાવા પામ્યા હતા. એમાં પાંચ બાળકો મોતને ભેટ્યાં હતાં, જેમાંથી ત્રણ જેટલાં બાળકોને સારવાર દરમિયાન ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતાં, જ્યારે ત્રણ જેટલાં બાળકના પોઝિટિવ ચાંદીપુરા વાઇરસ રિપોર્ટ આવ્યા હતા અને એક બાળકનો નેગેટિવ રિપોર્ટ આવ્યો હતો.

બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલ સ્ટાફની ટીમે તપાસ હાથ ધરી
આજે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજી પુણેથી બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલી સ્ટાફ મળી કુલ ચારની ટીમ આજે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવી પહોંચી હતી. સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલની વિઝિટ કર્યા બાદ સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફ સાથે બેઠક યોજી હતી અને કઈ રીતે ચાંદીપુરા વાઈરસના કેસ બન્યા એની હિસ્ટ્રી મેળવી હતી.

ચારથી પાંચ દિવસ સુધી રોકાઈને તમામ જગ્યાનો સર્વે કરશે
પંચમહાલ જિલ્લાના આરોગ્ય વિભાગના અધિકારી મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાઈરસને લઈને તપાસમાં આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની ટીમ પંચમહાલ જિલ્લા સહિત મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ તપાસ કરશે. આ ટીમ ચારથી પાંચ દિવસ સુધી અહીં રોકાશે અને તમામ જગ્યાનો સર્વે કરશે.

ઇતિહાસમાં પ્રથમ વખત પુણેની ટીમ ગોધરા આવી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પંચમહાલ જિલ્લામાં અત્યારસુધી ચાંદીપુરા વાઈરસના 14 જેટલા શંકાસ્પદ કેસ નોંધાયા છે. ત્યારે ઇતિહાસમાં પ્રથમ વખત પુણેથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની ટીમ ગોધરા આવી પહોંચી હતી. ત્યારે આ તપાસ દરમિયાન જ્યાં પણ શંકાસ્પદ કેસ બન્યા છે એ ઘરના તમામ સભ્યોનું ચેકિંગ કરવામાં આવશે, સાથે સાથે આજુબાજુમાં રહેલાં જીવજંતુનાં પણ સેમ્પલો લેવામાં આવશે અને એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.

ચાંદીપુરા વાઇરસની રજેરજની માહિતી મેળવશે
​​​​​​
પંચમહાલ જિલ્લાની મુલાકાતે આવેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીની ટીમમાં બે સાયન્ટિસ્ટ અને બે ટેક્નિકલ સ્ટાફ છે. તેઓ પંચમહાલ જિલ્લામાં જ્યાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાઇરસના કેસ નોંધાયા છે એ જગ્યાની ફિલ્ડ વિઝિટ કરી રહી છે. એ બાદ એનો સર્વે કરીને જરૂરી તપાસ કરવામાં આવશે. એ બાદ જાણવા મળશે કે કયા કારણસર ચાંદીપુરા વાઈરસ થયો છે, એની રજેરજની માહિતી આજે પુણેથી આવેલી ટીમ દ્વારા મેળવવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!