GUJARAT

બાળસંસદની ચૂંટણી યોજાઈ: ગોલ્લાવ પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓએ મતદાન કરી ચૂંટણી પ્રકિયાની જાણકારી મેળવી – panchmahal (Godhra) News


પંચમહાલ જિલ્લાની ગોધરા તાલુકાની ગોલ્લાવ પ્રાથમિક શાળા ખાતે ભણતા બાળકો લોકશાહીની ચૂંટણી પ્રકિયાને સમજી શકે તે માટે અનોખો પ્રયોગ કરવામાં આવ્યો હતો.જેમાં બાળસંસદની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મતદાન પ્રકિયા જેવી બતાવીને કરવામાં આવેલી ચૂંટણ

.

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની ગોલ્લાવ પ્રાથમિકમાં બાળ સંસદની ચૂંટણી લોકશાહી ઢબે યોજવામાં આવી. શાળામાંથી મહામંત્રી બનવા માટે દશ જેટલા વિદ્યાર્થીઓએ આ બાળ સંસદની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. કુલ થયેલા મતદાનના 217 મતોમાંથી સૌથી વધુ 66 મતો મેળવીને ધોરણ આઠના વિદ્યાર્થી પટેલ વિજેન્દ્ર કુમાર આપસિંગ મહામંત્રી પદે ચૂંટાયા હતા. જ્યારે વિદ્યાર્થીની કુમારી હિનલબેન અરવિંદસિંહ પરમાર 44 મતો મેળવીને ઉપ મહામંત્રી તરીકે ચુંટાઈ આવી છે. શાળાના આચાર્ય તેમજ સૌ શિક્ષકોએ વિજેતા બનેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી. આગામી દિવસોમાં જ મંત્રી મંડળની રચના કરી શપથ ગ્રહણ કરાવવામાં આવશે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!