GUJARAT

સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો: ગોધરા શહેરના સૈયદવાડ ખાતે મોહસીને આઝમ મશીન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું – panchmahal (Godhra) News


ગોધરા શહેરના સૈયદવાડ ખાતે આજ રોજ મોહસીને આઝમ મશીન અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કેમ્પમાં ભાગ લીધો હતો.

.

આજરોજ મોહસીને આઝમ મિશન દ્વારા સ્વૈચ્છિક રક્તદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ગોધરાના સૈયદવાડ ખાતે યોજાયેલ કેમ્પમાં યુવાને ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના વોલન્ટરી બ્લડ બેન્ક ગોધરાના સહકારથી યોજાયેલા રક્તદાન કાર્યક્રમમાં સામાજિક સેવાભાવી આગેવાન અજીતસિંહ ભાટી ડોક્ટર એન.પી પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રક્તદાન કરનાર યુવાનોને રેડક્રોસ સોસાયટી અને આવેલ મહેમાનો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ રેડક્રોસ વોલન્ટરી બ્લડ બેન્ક સ્ટાફે 8પૂરેપૂરો સહયોગ આપી રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!