GUJARAT

ભૂ-માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની માગ: ગોધરાના અસારડી ગામે સર્વ સમાજ સેના દ્વારા ધમકી આપતા માફિયાઓ સામે કાર્યવાહી કરવા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપ્યું – panchmahal (Godhra) News


પંચમહાલ જિલ્લાના સર્વ સમાજ સેના દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ગોધરા તાલુકાના અસાયડી ગામે કેટલા ભૂ-માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરીને રહ્યા છે. જેમાં કોઈ પણ પ્રકારની સરકારી પરવાનગી લીધા વગર બિલ અ

.

આજરોજ પંચમહાલ જિલ્લા સર્વ સમાજ સેના દ્વારા જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં ગોધરા તાલુકાના અસારડી ગામે સર્વે નંબર 421માંથી કેટલાક વ્યક્તિઓ ગેરકાયદેસર રેતી ખનન કરી અને તે રેતીને તેમના ઘરે સ્ટોક કરીને બહારના ભૂ-માફિયાઓને પોતાના અંગત સ્વાર્થ માટે વેચી રહ્યા છે. આ લોકો પાસે કોઈપણ પ્રકારના રોયલ્ટી પાસ, પરવાનગી, લાયસન્સ નથી તેમ છતાં આ રીતે બેફામ મનફાવે તેમ રેતી ખનન કરી સરકારી તિજોરી અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડી રહ્યા છે. જો કોઈ ગામનો વ્યક્તિ તેમની સામે અવાજ ઉઠાવે છે તો તેને ધાક ધમકી આપે છે. માટે આજરોજ સર્વ સમાજ સેનાના અગ્રણીઓ દ્વારા પંચમહાલ જિલ્લા અધિક કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!