GUJARAT

માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો: શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંવેદનશીલ સેવાભાવીઓએ આર્થિક સહાય એકત્ર કરીને બંને ભાઈ-બહેનને નવીન મકાન બનાવી આપ્યું – panchmahal (Godhra) News


વહીવટી તંત્ર જ્યારે સંવેદનાઓ વિહીન બને ત્યારે સેવાભાવી કાર્યકરો અને સંસ્થાઓ અગ્રેસર બનીને જરૂરિયાતમંદ લોકોને પડખે રહીને માનવતાનો સુંદર સંદેશ મહેકાવતા હોય છે. કાંઈક આ જ પ્રકારના એક કિસ્સામાં મોરવા (હ) તાલુકાના વાસદેલિયા ગામના માતા- પિતાની છત્રછાયા ગુમ

.

માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર ભાઈ-બહેનના ઉજજવળ ભવિષ્ય માટે સંઘર્ષ કરતા આ માસુમ ભાઈ બહેન ઝુંપડા ની છત ધરાશાયી થતા ખુલ્લા આકાશમાં રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના સંવેદનશીલ સેવાભાવીઓએ આર્થિક સહાય એકત્ર કરીને આ બંને ભાઈ-બહેનને એક નવીન મકાન બનાવીને અર્પણ કરતા સેવાભાવી સંસ્થાના આ કાર્યકરોના પ્રયાસોની સમગ્ર પંથકમાં સુવાસ પ્રસરી જવા પામી હતી.

મોરવા (હ) તાલુકાના વાસદેલિયા ગામના સ્વ. દિનેશભાઈ કાળુભાઈ અને તેમની ધર્મપત્ની મનીષાબેન આ બન્ને જણ અવસાન હતાં. તેમના બન્ને દીકરો/ દીકરીને માથે કોઈ આધાર ન હતો. તેમણે રહેવા માટે મકાન જર્જરિત હાલતમાં હતું અને ઘરની દીવાલો પણ પડી ગઈ હતી. આ બાળકોને આર્થિક રીતે આધારરૂપ બનીને, શ્રી શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટના જાગૃત કારોબારી સભ્ય સુરેશભાઈ વણઝારા અને ટ્રસ્ટના પ્રમુખ ભુપેન્દ્રભાઈ ચૌહાણ અને તેમની પુરી ટીમના તરફથી દાન માટે ખુબજ મહેનત કરી અને દાન મેળવેલું હતુ. તમામ સમાજના દાતાના સહકારથી મોટા પ્રમાણમાં દાન આવેલું હતું અને દીકરી આર્યન અને પુત્ર બંસિલ માટે રહેવા માટે સેવાભાવી યુવાનોના સાથ અને સહકારથી મકાનનો સ્લેપનું કામ પુર્ણ કર્યુ હતું. જે ખુબ સરાહનીય કાર્ય અને માનવતાનું એક દરેક સમાજ માટે ઉદાહરણ રૂપ સાબિત થાય છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!